બોડેલી તાલુકાના ચલામલીથી કોસીંદ્રા વચ્ચેના માર્ગની બંને તરફ ઉગી નીકળેલ ઘાસ, વનસ્પતિઓ, ગાંડા બાવળથી વાહન ચાલકો હેરાન પરેશાન

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના ચલામલીથી કોસીંદ્રા વચ્ચેના માર્ગની બંને તરફ ચોમાસામાં વરસેલા વરસાદથી ઉગી નીકળેલ ઘાસ,વનસ્પતિઓ,ગાંડા બાવળથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.કોસીંદ્રાથી ચલામલીનો રસ્તો એકમાર્ગીય હોવાથી નાના,મોટા વાહનો ઓવરટેક કરવા જતા વનસ્પતિઓ,ગાંડા બાવળ વાહનચાલકોને વાહન અને શરીરને નુકશાન કરે છે.રાત્રી દરમિયાન તો નાના નાના અકસ્માત થાય છે.રસ્તાની બંને સાઇડોને સાફ કરાવવાની જવાબદારી માર્ગ મકાનના અધિકારીઓની હોય છે.કેટલીક જગ્યાએ વરસાદના પાણીથી સાઈડો પણ ધોવાઈ ગઈ છે.ભીલવાણીયા ગામ પાસે રસ્તા પર જ ભુવો પડ્યો છે.વાહનચાલકોને અકસ્માતનો ભોગ ન બનવું પડે તે માટે રાહદારી ઘ્વારા લાકડું ગોઠવવામાં આવ્યું છે.જેની જવાબદારી છે તેવા કોઈ અધિકારી અંતરિયાળ ગામડાઓના રસ્તાની ચકાસણી કરવા ફરક્યા જ નથી.હાલ તો રસ્તાની બંને તરફ ઉગી નીકળેલ વનસ્પતિઓ,ગાંડા બાવળની વહેલીતકે માર્ગ,મકાન વિભાગ ઘ્વારા સાફસફાઈ થાય તેવી વાહનચાલકોની માંગ ઉભી થવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here