છોટાઉદેપુર : એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત જીલ્લા સેવા સદન ખાતે વીસી હોલમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત કવાંટ અને નસવાડી તાલુકાના વિકાસ માટે ખાસ આયોજન હેઠળ કામ કરાશે. સ્વ સહાય જૂથોને ટ્રેઈનીંગ આપો, એ બહેનો સરકારના બ્રાન્ડ એમ્બેસેડર બનશે. -સુશ્રી મનીષા ચન્દ્રા, સચિવ, ગ્રામ વિકાસ વિભાગ ગ્રામ વિકાસ

આંગણવાડી, સ્વચ્છતાની બાબતોમાં છોટાઉદેપુર જીલ્લા માટે રાષ્ટ્રીય ફલક પર આદર્શ બનવાની તક છે. તમે કરી શકો છો તે બીજા માટે કેસ ડી બની શકે. -કે.કે નિરાલા, સચિવ મહિલા અને બાળ વિકાસ વિભાગ

ભારત સરકારના નીતિ આયોગ દ્વારા નક્કી કરાયેલા એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ કાર્યક્રમ અંતર્ગત વિકસિત થનારા તાલુકાઓ તરીકે વેગવાન બનાવવા માટે વિશેષ ભાર મૂકાઈ રહ્યો છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના એસ્પિરેશનલ બ્લોક તરીકે નસવાડી અને ક્વાંટ તાલુકાઓને ગુજરાતના અન્ય ૧૩ તાલુકાઓ સાથે એબીપી કેટેગરીમાં લેવામાં આવ્યા છે. આવા તાલુકા ભારતમાં કુલ ૫૦૦ જેટલા છે જેને અન્ય તાલુકાઓની સમાન કક્ષામાં લાવવા માટે ખાસ આયોજન પૂર્વક રણનીતિ બનાવવામાં આવી છે.
એબીપી હેઠળ આજે જીલ્લા સેવા સદન ખાતે વીસી હોલમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગરથી મનીષા ચન્દ્રા કમિશનર, ગ્રાર્મીણ વિકાસ વિભાગ અને સેક્રેટરી પંચાયત ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ, સચિવાલય તેમજ કે.કે નિરાલા, કમિશનર, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ સેક્રેટરી બાળ વિકાસ વિભાગ સચિવાલયના સંયુક્ત અધ્યક્ષસ્થાને આ બેઠક યોજવામાં આવી હતી. જેમાં આરોગ્ય શિક્ષણ, સ્વચ્છતા વગેરે બાબતોને લઈને સંબંધિત અધિકારીઓએ ગાંધીનગરથી આવેલા સેક્રેટરીઓ સમક્ષ પ્રેજન્ટેશન રજુ કર્યું હતું તેમજ આંકડાકીય માહિતી આપી હતી. એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ હેઠળ સ્વાસ્થ્ય શિક્ષણ, કૃષિ, બેઝીક માળખાકીય સુવિધાઓ, સામાજિક વિકાસ જેવી બાબતો પર ખાસ ભાર આપવામાં આવ્યો છે આ બાબતોને લઈને કેટલાક સુચકાંકો નિર્ધારિત કરવામાં આવ્યા છે જેને આધારે આ બંને તાલુકાઓનું મૂલ્યાંકન કરી કેટલી પ્રગતિ થઈ છે તેનો સારાંશ કાઢવામાં આવે છે. આ અંગે સુશ્રી મનીષાચંદ્રાએ જણાવ્યું હતું કે આવા તાલુકામાં પ્રાંત અધિકારીનોડલ ઓફિસર તરીકે કાર્ય કરશે અને દરેક બાબતોને ઝીણવટ પૂર્વક તપાસી તેને આધારે તેનું મૂલ્યાંકન કરવામાં આવશે આ એક ધીમી પ્રક્રિયા છે પરંતુ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આવા તમામ તાલુકાઓનો વિકાસ ખુબ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here