વડાપ્રધાન મોદી આવતીકાલે એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનાર વિદેશી રાજદૂતોની પરિષદમાં ભાગ લેશે

એકતા નગર, (નર્મદા) આશિક પઠાણ :-

સંયુક્ત રાષ્ટ્ર સંઘ ના મહાસચિવ એન્ટોનિયો સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે

બેઠક માં પ્રયાવરણ ની જાણવણી સહિત વિદેશ નીતિ ની પ્રાથમિકતા ઓ ઉપર ચર્ચા વિમર્શ કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વ માં ભારત સમગ્ર વિશ્વ સમુદાય સમક્ષ એક સક્ષમ દેશ તરિકે ઉભરી રહ્યુ છે ત્યારે હાલ વિશ્વ સમક્ષ પ્રયાવારણ અને જેતે દેશો ની આંતરરાષ્ટ્રીય વિદેશ નીતિ મહત્વ ની બની હોય ને ભારત એ દિશા માં પોતાનું સક્ષમ નેતૃત્વ પ્રદાન કરી શકે એ માટે ના ચિંતન અને પરામર્શ માટે નર્મદા જીલ્લા ના એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારત સરકાર ના વિદેશ મત્રાલય દ્વારા આયોજિત વિદેશી દુતાવાશો નાં રાજદૂતો ની યોજાનાર ત્રી દિવસીય બેઠક માં વડાપ્રધાન મોદી તા 20 મી ના રોજ ઉપસ્થિત રહેશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનાર વિદેશી રાજદૂતો ની પરિષદ માં ઉપસ્થિત મહાનુભાવો સાથે ની બેઠક દરમ્યાન સંયુક્ત રાષ્ટ્ર સંઘ ના મહાસચિવ એંતેનીયો ગુટરોસ સાથે પણ બેઠક યોજાશે, વડાપ્રધાન મોદી એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મિશન LiFE no શુભારંભ પણ કરસે, વડાપ્રધાન ની પરિકલ્પના ભારત ના નેતૃત્વ માં વેશ્વિક સામૂહિક નેતૃત્વ હાથ ધરવાની છે, જે પર્યાવરણ ની જાળવણી અને સંરક્ષણ માટે વ્યક્તિગત અને સામૂહિ જવાબદારીઓ માટે કામગિરી કરસે .

વિદેશી મામલાઓ ના રાજદૂતો ની 10 મી પરિષદ માં પ્રધાનમંત્રી ભાગ લેશે ,જે ભારતિય વીદેશી મામલાઓ ના મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવી છે,ને તા 20 મી થી 22 મી સુધી એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનાર છે, આ પરિષદ માં સમગ્ર વિશ્વભર માં ભારતિય દૂતાવાસના રાજદૂતો અને હાઇ કમિશનર ના 118 વડાઓ ભાગ લેશે, આ પરિષદ પ્રવર્તમાન ભુ- રાજકિય અને ભુ – આર્થિક પ્રયાવરન જોડાણ ભારત ની વિદેશ નીતિ ની પ્રાથમિકતા ઓ અંગે ચર્ચા વિમર્શ કરશે .

નર્મદા જીલ્લા વહિવટી તંત્ર વડાપ્રધાન ની ઉપસ્થિતી માં યોજાનાર ભારતિય રાજદૂતો ની પરિષદ ને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ માં લાગ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here