બનાસકાંઠા : દાંતા તાલુકાની આશા વર્કર અને ફેસિલિટર બહેનોએ પગાર વધારાનો GR ફગાવ્યો ,10 હજારથી વધુ પગારની માગ કરી

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

રાજ્યમાં આશાવર્કર બહેનો અને ફેસિલિટર બહેનોએ નારી શક્તિ ના બેનર હેઠળ પોતાની પડતર માગણીએને લઈને સરકાર માં રજુઆત કરી હતી ,જે રજુઆત બાદ રાજ્ય મંત્રી જીતુ વાઘણીની અગ્રણીઓ સાથે બેઠક મળી હતી,જેમાં એક નિર્ણય લેવામાં આવ્યો હતો .રાજ્ય સરકારે આશા વર્કર ને 2500 અને ફેસિલિટર બહેનોને રૂ 2 હજાર પગાર ની જાહેરાત કરતો GR બહાર પાડવામા આવ્યો હતો તેના વિરોધ આજે દાંતા તાલુકાની આશા વર્કર અને આશા ફેસિલિટર દ્વારા આ GR ના વિરોધ કરીને તેનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો.

સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા દાંતા તાલુકાની આશા બહેનોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા આશા બહેનોએ 10 હજાર થી વધુ પગાર ની માગ કરી હતી જેમાં આશાવર્કર બહેનોએ આ દીવાળી ભાજપની છેલ્લી દિવાળી ના નારા બોલાવી સરકાર સામે આશા વર્કર અને ફેસિલિટરે સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું આગામી વિધાનસભા ચૂંટણીમાં આશા વર્કર બહેનો અને ફેસિલિટર બહેનો ને તેમની માંગણીઓને ચૂંટણી પહેલા પુર્ણ કરવામાં નહિ આવે તો ચૂંટણીમાં સરકાર વિરોધી કામગીરી કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here