નર્મદા જીલ્લાના દલિત સમાજમા દલિતો ઉપર દેશમા વધતાં અત્યાચારો સામે ભારે રોષ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

કચ્છના રાપરમા એડવોકેટ મહેશ્વરીની હત્યા યુ.પી.ના દેવરસમા દલિત યુવતી સાથે ગેન્ગ રેપની ઘટનાઓ મામલે સરકાર પર આરોપ

દલિત સમાજ દવારા સ્વયંમ સૈનિક દળની આગેવાનીમા નર્મદા કલેક્ટરને આવેદનપત્ર

સમગ્ર દેશમાં દલિત સમાજ ઉપર અત્યાચારની ઘટનાઓમા છેલ્લા કેટલાક સમયથી ભારે વધારો થયો છે. દલિત સમાજ ભયના ઓથાતળે હેઠળ જીવન વ્યતિત કરી રહયો છે. ઠેરઠેર અપમાનજનક સ્થિતિ મા આઝાદીના 74 વર્ષો બાદ પણ દલિત સમાજ પીડા ભોગવી રહયો હોવાનાં અનેક બનાવો પ્રકાશમા આવતા આવતાં હોય છે ત્યારે તાજેતરમાં જ કચછના રાપર ખાતે એડવોકેટ દેવજીભાઇ મહેશ્વરીની હત્યા તેમજ યુ. પી. ના હાથરસ ખાતે દલિત યુવતી ઉપર સામુહિક બળાત્કાર ગુજારતા દલિતોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. નર્મદા જીલ્લા કલેક્ટરને સંબોધીને લખાયેલ આવેદનપત્ર આજરોજ દલિત સમાજના સવયંમ સૈનિક દળ દ્વારા આપવામાં આવયુ હતુ અને આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરાઇ હતી.

દલિત સમાજના આગેવાનો નરેશભાઈ વણકર, જ્યોતિબેન વણકર , કૌશિકભાઈ પરમારતેમજ સવયંમ સૈનિક દળના સૈનિકો દ્વારા કલેક્ટરને સંબોધીને લખાયેલા આવેદનપત્રમા કચ્છના રાપર ખાતે એડવોકેટ દેવજીભાઇ મહેશ્વરીની હત્યા કરી જેમાં લુહારવાડીનો કેસ લડવા પોતે તૈયાર થયા અને એડવોકેટ દેવજીભાઇ મહેશ્વરી દલિત સમાજના હોય ને તેમની હત્યા કરાઇ હોવાનો ઉલ્લેખ આવેદનપત્રમા કરી યુ.પી. ના હાથરસ ખાતે 19 વર્ષિય દલિતયુવતી પર બળાત્કાર ગુજારી તેની જીભ નરાધમોએ કાપી લેતા તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતુ. આ બળાત્કાર તેમજ હત્યાના આરોપીઓ આજસુધી ફરાર હોય તેમને ઝડપી ફાંસીની સજા આપવાની માંગ કરાઇ છે.

દલિત સમાજ ઉપર અત્યાચારની ઘટનાઓ બનતી જ આવી છે, આવા અત્યાચારો કયાં સુધી ચાલુ રહેશે ? નો સરકારને પશ્ર કરી સવયંમ સૈનિક દળ દ્વારા દેવજીભાઇ મહેશ્વરીની હત્યાના ગુનાઓના નવે નવ આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરાઇ છે, જો આમ નહી થાય તો દલિત સમાજ દ્વારા આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here