વેજલપુર ખરસલીયા ચોકડી પાસે નાકાબંધી કરી પોલીસે કુલ.કી. રૂ.2,53,000/-ના ઈંગ્લીશ દારૂના મુદ્દામાલ સાથે 1 ઈસમને ઝડપી લીધો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદની વિગતો મુજબ વેજલપુર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીગમાં હતાં ત્યારે ચોક્કસ મળેલ બાતમીના આધારે વેજલપુર ખરસલીયા ચોકડી પાસે નાકાબંધી કરી ઊભાં હતાં તે દરમિયાન બાતમી વાળી સ્કોરપીયો ગાડી આવતાં તેમાં બેઠેલ ડ્રાઈવરને પૂછપરછ કરતાં તેને પોતાનું નામ મુકેશભાઈ કાળાભાઈ ઉર્ફે કલજીભાઈ દાહોદ જિલ્લાના હોવાનું જણાવ્યું હતું.જેથી તેને નીચે ઉતારી ગાડીમાં તપાસ કરતાં એક હજાર રૂપિયાની કિંમતની ત્રણ ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી.

જેથી પ્રોહી પ્રતિબંધક એરિયામાં વગર પાસ પરમીટે ગાડીમાં દારૂના જથ્થાની હેરાફેરી કરતાં પોલીસની રેઈડ દરમિયાન પકડાઈ ત્રણ નંગ દારૂની બોટલો સાથે પકડાઈ જતાં ત્રણ હજાર નો દારૂ અને સ્કોરપીયો ગાડીની કિંમત 2,50,000/-મળી કુલ કી. રૂ.2,53,000/-ના મુદ્દામાલ સાથે પકડાઈ જતાં તેના વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here