હાલોલ : આસો નવરાત્રીના તહેવાર અનુલક્ષીને પાવાગઢ ખાતે દર્શનાર્થીઓની સુવિધા માટે વધુ ૬૦ એસ.ટી.બસોનું કરાયું આયોજન

હાલોલ, (પંચમહાલ) રમેશ રાઠવા :-

હાલમાં ચાલી રહેલ આસો નવરાત્રીનાં તહેવાર દરમિયાન માતાજીના દર્શન કરવા પાવાગઢ ખાતે આવતા દર્શનાર્થીઓની સુવિધા માટે એસ.ટી. વિભાગ દ્વારા તા. ૨૫/૦૯/૨૦૨૨ થી તા.૦૯/૧૦/૨૦૨૨ સુધી વધારાની ૬૦ બસો ફાળવવામાં આવેલ છે. જેનાં સુચારુ આયોજન માટે એસ.ટી. વિભાગના ૨૫૦ જેટલા કર્મચારીઓને રાઉન્ડ ધી ક્લોક ફરજો સોંપવામાં આવેલ છે તથા સ્થળ ઉપર મંડપ, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બસમાં બેસવા માટે લાઈન દોરી સહિતની વ્યવસ્થા બાબતે મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલી થવા ન પામે તે માટે વિભાગનાં વિવિધ અધિકારીઓ દ્વારા રાઉન્ડ ધી ક્લોક હાજર રહી મોનીટરીંગ કરવામાં આવે છે. જે સુંદર સુચારુ વ્યવસ્થાનો લાભ લેવા માટે સમગ્ર ધર્મપ્રેમી જનતાએ નોંધ લેવા વિભાગીય નિયામકશ્રી એસ.ટી વિભાગ ગોધરા એક અખબારી યાદીમાં જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here