બનાસકાંઠા જિલ્લામાં માસ્ક પહેર્યા વિના બહાર નિકળતા લોકો સાવધાન………!!

કલેકટરશ્રી આનંદ પટેલની સુચનાને પગલે વહીવટીતંત્રની વિવિધ ટીમોનું સરપ્રાઇઝ ચેકીંગ

પાલનપુર(બનાસકાંઠા),અંકુર ત્રિવેદી

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા કલેક્ટરશ્રી આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન અનુસાર વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે. કલેકટરશ્રીની સુચનાને પગલે માસ્કા પહેર્યા વિના બહાર નિકળતા લોકો અને સોશ્યલ ડિસ્ટટન્સીંનગ ન જળવાતુ હોય તે સ્થળોનું વહીવટીતંત્રની ટીમો દ્વારા ઠેર ઠેર સરપ્રઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુંડ છે. ઉપરાત જિલ્લામાં શકાસ્પદ લોકોના રેપીડ એન્ટીજન ટેસ્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે.

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાસે ગુંદરી ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શંકાસ્પદ લોકોના રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાત મામલતદારશ્રી પાલનપુર દ્વારા હાઈવે ઉપરી હોટલો અને પાલનપુર શહેરમાં વિવિધ સ્થળોએ માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સીગ જાળવવા અંગે તપાસ કરવામાં આવી હતી.

કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું અને સોશીયલ ડીસ્ટન્સીગ જાળવવુ બહુ જરૂરી છે.

કોરોના વાયરસના સંક્રમણથી સલામત રહેવા માટે દરેક લોકોએ માસ્ક પહેરવું બહુ જ જરૂરી છે. સામેની વ્યક્તિ કોરોના સંક્રમીત પણ હોઈ શકે છે. તેથી સલામત રહેવા દો ગજ કી દુરી…… સુત્રનુ પાલન કરીએ. જે માણસો આ ગાઈડ લાઈનનું પાલન કરે છે તેઓ અને તેમનો પરિવાર સલામત રહી શકે છે. લોકો વધુ જાગ્રુત બનશે તો જ કોરોના સામેના જંગમાં જીતી શકીશું. દરેક ઘરમાં નાના બાળકો અને મોટી ઉંમરના વડીલો હોય છે. તેમને સલામત અને સ્વસ્થ રાખવા માસ્ક અને સોશીયલ ડીસ્ટન્સીગ જરૂરી જ નહી પરંતુ અનિવાર્ય છે તે વાત આપણે સૌએ સારી રીતે સમજી લેવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here