પંચમહાલ જિલ્લામાં વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે કલેકટરશ્રીના હસ્તે એઇડ્સની સારવાર અને બચાવ સંદર્ભે અસરકારક કામગીરી કરનારને સન્માનિત કરાયા

ગોધરા(પંચમહાલ),

વિશ્વભરમાં ૧ ડિસેમ્બરનો દિવસ વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવાય છે. પંચમહાલ જિલ્લામાં પણ આ દિન નિમિત્તે એચઆઇવી/એઈડ્સ સંદર્ભે બચાવ, સારવાર અને જાગરૂકતા સંબંધી કામગીરી કરતી વ્યક્તિઓ અને સંસ્થાઓને બિરદાવતો કાર્યક્રમ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, ગોધરા ખાતે યોજાયો હતો. કોરોના કટોકટીની ભયજનક સ્થિતિ વચ્ચે પણ એચઆઇવીની અટકાયત માટે કામગીરીને બિરદાવી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત એઇડ્સ કન્ટ્રોલ સોસાયટી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આ તમામ લોકોને પ્રમાણપત્રો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટરશ્રીએ આ બાબતમાં વધુ જાગરૂકતા ફેલાવવા જિલ્લાની સીએચસી અને પીએચસીને વધુ સક્રિય બનવા જણાવ્યું હતું. આ પ્રસંગે રેડક્રોસના ચેરમેનશ્રી ડો. કે.વી. પંચાલ દ્વારા સ્વાગત પ્રવચન તેમજ વાઇસ ચેરમેનશ્રી કે.ટી. પરીખ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી એસ.કે.જૈન, સિવિલ સર્જન ડો. પીસાગર સહિતના આરોગ્ય અને તબીબી સેવાના અગ્રણી અધિકારીઓ તેમજ રેડક્રોસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here