નસવાડીથી ભરોસવાડી વાળા રસ્તા પર કપચી નાખે મહિનાઓ થયા પરંતુ કામગીરી હજુ પણ અધૂરી

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

રોડ પર કપચી ઉછળી વાહન ચાલકોને વાગવાના બનાવો સામે આવ્યા

નસવાડી થી ભરોસવાડી વાળા રસ્તા પર મહિનાઓથી કપચી નાખીને રહેવા દીધી છે જેમાં આગળ કોઈ પણ જાતની કામગીરી થયેલ નથી અને એ રસ્તા ઉપર સેવાસદન આવેલું છે જ્યાં લોકોની અવર જવર વધુ હોવાના કારણે નાખેલ કપચી આખા રોડ પર ફેલાઈ ગઈ છે અને જાણે કપચી નું પાથરણું હોય એમ લાગી રહ્યુ છે અને આ કપચી ફેલાવાના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જેમાં તાલુકા સેવા સદન ને કારણે ગામડે થી આવતા લોકો નસવાડી માં ઉતર્યા પછી પગપાળા સેવાસદન સુધી જવાનું હોયછે જેમાં વાહનો ના અવર જવર ને કારણે ફેલાયેલી કપચી ઉછળીને વાગવાના બનાવો સામે આવ્યા છે અને આ કપચી બંધુકની ગોળી ની જેમ વાગેછે આતો સારૂછે કે કોઈ રાહદારીને મોટી ઇજા થઈ નથી અને કોઈને વાગી જાય અને ગંભીર ઇજા થાય તો જવાબદાર કોને ગણવામાં આવે આર એન્ડ બી કે પછી કોન્ટ્રાકટર એવા સવાલો લોકો દ્વારા સાંભળવા મળી રહ્યા છે આર એન્ડ બી માં મૌખિક રજુઆત કરી છે એવું જાણવા મળેલ છતાં પણ આજ દિન સુધી કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી અને આ પરિસ્થિતિ મહિનાઓ થી લોકોને વેઠવી પડેછે અને આ રોડ પર કપચી પાથરે મહિનાઓ વીતી ગયા છે લોકોને કપચી ઉછળી ને વાગેછે વાહનોમાં વારંવાર પંચર પડવાના બનાવો પણ આવ્યા છે અને વાહન ચાલકો આ કપચી થી હેરાન પરેશાન થઈ ગયા છે અને આ રસ્તા પર કપચી જાણવા મળેલ મુજબ લગભગ ધોપીસલ ધન્યારા સુધી પાથરવામાં આવેલીછે પરંતુ આ પાથરેલી કપચી ને ક્યારે રોડ માં રૂપાંતર કરશે એ પ્રશ્ન છે અને રાહદારીઓ વાહન ચાલકો ની માંગ છે કે આર એન્ડ બી એ કોન્ટ્રાકટ આપ્યો હોય કે જાતે આર એન્ડ બી કરતી હોય પણ વહેલી તકે આ રોડ ના રસ્તાનું નિરાકરણ આવે એવી લોક માંગ ઉઠી છે રોડ રસ્તો સારો બને અને અત્યાર સુધી આવી પરિસ્થિતિ માં રાહદારીઓ વાહન ચાલકો એ પરેશાની ભોગવી છે પણ રોડ એકદમ પરફેક્ટ બને અને વહેલી તકે બને એવી લોકો ની માંગ છે પ્રાપ્ત માહિતી અનુસાર અગાવ આર એન્ડ બી માં મૌખિક રજુઆત કરેલ છે પણ ખબર નથી પડતી આ રોડ નું કામ કયા કારણોસર અટક્યુ છે એવા સવાલો પ્રજાજન કરી રહી છે તો લોકો ની માંગ છે જેમ બને એમ આ રોડ ની કામગીરી પૂર્ણ કરી લોકોને થતા નુક્શાનો થી બચાવે અને રોડ બને તોજ આનું નિરાકરણ આવે બાકી આવાને આવું રહ્યું તો આજ પરિસ્થિમાં રોડ પર મુસાફરી કરવી પડશે એમ લોક ચર્ચાઈ રહ્યું છે અને આ મહિનાઓથી પથરાયેલી કપચી તસ્વીર માં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here