પાવીજેતપુરમાં ચલામલી રોડ ઓરસંગ નદી પરનો પુલ રીપેરીંગ માટે વધુ એક મહિનો બંધ રાખવામાં આવશે

પાવીજેતપુર, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

વધુ એક મહિનો ડાઈવર્ટ કરેલા રૂટ પરથી વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવશે

છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર-ચલામલી રોડ પર ઓરસંગ નદી પર આવેલ લેવલ બ્રીજ ઉપર રીપેરીંગ કામ કરવાનું હોવાથી સુધી ભારે વાહનો માટે અવાર જવર બંધ કરવા માટે જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ૧૨ જાન્યુઆરીના રોજ એક મહિનો વૈકલ્પિક માર્ગ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુ. આ જાહેરનામું છોટાઉદેપુર જીલ્લાના કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાનના અભિપ્રાયથી બહાર પાડવામાં આવેલ છે. વાહનોની અવાર જવર માટે વૈકલ્પિક રૂટ મુજબ વાહનોનું ડાઈવર્ઝન કરવામાં આવેલ હતું. આ જાહેરનામાની મુદ્દત વધુ એક મહિનો એટલે કે તા.૧૧ માર્ચ સુધી લંબાવવા માર્ગ અને મકાન વિભાગની કચેરી દ્વારા માગણી કરાતા આ જાહેરનામાની મુદ્દત લંબાવવામાં આવે છે. આ ડાઈવર્ઝન કરેલા રૂટ પર તમામ રસ્તા પર ખાડા પડી ગયેલા છે નાનું મોટું રીપેરીંગ કરીને આ રૂટને પહેલા સમારકામ કરવામાં આવશે. આ રૂટ કવાંટથી જેતપુર પાવી તરફ આવતા ભારે વાહનોને રંગલી ચોકડીથી મોડાસર ચોકડી થઈ ઢોકલીયા ચોકડી થઈ જમણી બાજુ વળી જેતપુર પાવી તરફ જઈ શકાશે.

જેતપુર પાવી થી કરાલી, કવાંટ તરફ જતા ભારે વાહનોને કોર્ટ બિલ્ડીંગ જેતપુર પાવી સામેથી નાલેજ-પીપલેજ-હરવાર-રતનપુર રોડથી છોટાઉદેપુર તરફ તેજગઢ ઓરમગ બ્રીજ પર થઈ નેશનલ હાઈવે પરથી છોટાઉદેપુર તરફ પસાર થઈ શકાશે.

આ જાહેરનામાના હુકમના ભંગ બદલ પોલીસ અધિનિયમ -૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ ઝિંક્ષાને પાત્ર બનશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here