ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત છોટાઉદેપુર જિલ્લા કક્ષાના ૭૪મા વન મહોત્સવની ઉજવણી સંખેડાના પીપળસઢ ખાતે કરાશે

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલની અધ્યક્ષતામાં પીપળસદ્ધની બરોડા પબ્લિક સ્કૂલ ખાતે તા. ૦૫મી ઓગસ્ટના કાર્યક્રમ યોજાશે.
છોટાઉદેપુર જિલ્લા કક્ષાના ૭૪મા વન મહોત્સવની ઉજવણી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલની અધ્યક્ષતામાં સંખેડાની બરોડા પબ્લિક સ્કૂલના મેદાન ખાતે કરવામાં આવશે. વન મહોત્સવની ઉજવણીના
ભાગરૂપે તા૦૫મી ઓગસ્ટના રોજ સવારે ૦૯.૩૦ કલાકે કાર્યક્રમ યોજાશે

પીપળસઢ ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણીમાં અતિથી વિશેષ તરીકે સાંસદશ્રી નારણભાઈ રાઠવા અને સાંસદ શ્રીમતી ગીતાબેન સઠવા, તેમજ ત્રણે વિધાનસભાના ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. વન મહોત્સવમાં ગાંધીનગરની ગીર ફાઉન્ડેશનના નિયામક, (IFS) આર.કે સુગુરની વિશેષ પ્રેરક ઉપસ્થિતિ રહેવાની છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા કલેકટર સુશ્રી સ્તુતિ ચારણના માર્ગદર્શન હૈઠળ નાયબ વન સંરક્ષક વી.એમ દેસાઈ અને તેમની ટીમ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here