પાટણ જિ.પં. પ્રમુખના પાટણના હસ્તે સિધ્ધપુરના કલ્યાણા ગ્રામ પંચાયતને ચાઈલ્ડ ફ્રેન્ડલી એવોર્ડ એનાયત કરાયો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ભારત સરકાર દ્રારા દેશની પંચાયતોને તેમના કાર્યક્ષેત્ર ની વિશેષ કામગીરી માટે કુલ ચાર એવોર્ડના નોમીનેશન માટે દરખાસ્તો મંગાવવામાં આવે છે જેમાં (૧) દીન દયાલ ઉપાધ્યા્ય પંચાયત સશક્તિકરણ પુરસ્કા‍ર(ર) નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર(૩) ગ્રામ પંચાયત ડેવલોપમેન્ટ પ્લા ન એવોર્ડ અને (૪) ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયત એવોર્ડ આ ચારેથ કેટેગરી માં પાટણ જિલ્લા પંચાયત દ્રારા કરવામાં આવેલ નોમીનેશન પૈકી પંચાયતી રાજ મંત્રાલય, ભારત સરકાર દ્રારા કલ્યાણા ગ્રામ પંચાયતને ચાઇલ્ડ ફે્ન્ડીલી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવતાં ગત તા.ર૪ એપ્રિલ ર૦રર ના રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના દિવસે ખાસ ગ્રામ સભાનું આયોજન કરી ભાનુમતિ મકવાણા પ્રમુખ જિલ્લા પંચાયત પાટણના વરદ હસ્તે કલ્યાણા ગ્રામ પંચાયત સરપંચને એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતાં. શ્રીમતિ મકવાણાએ ચાઇલ્ડ ફ્રેન્ડેલી એવોર્ડથી સન્મન કરતાં ખુબ હર્ષિત થયેલ હતાં. એક સરપંચ અને એક ગામ ધારે તો શુ ન કરી શકે તેનું ઉતમ ઉદાહરણ સિધ્ધપુર તાલુકા ના કલ્યાણા ગામના સરપંચે આપણને પુરુ પાડયુ છે તે તબકકે સૌ કોઇ ગ્રામજનો, સરપંચ સહિત આ એવોર્ડ માટે મહેનત કરના તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતાં સાથે સાથે આ ચારેય કેટેગરીના એવોર્ડ માટે આપણા જિલ્લાની તાલુકાની ગ્રામ પંચાયતોને સક્ષમ બનાવો ઉપસ્થિગત તમામ અધિકારીઓને નમ્ર નિવેદન કરેલ હતું. આપણે સહુ સારુ કામ કરીએ છીએ જ પણ ઘણી વાર અપુરતા ડોકયુમેન્ટે્શનને કારણે નોમીનેશન કરી શકાતું નથી.ચારેય એવોર્ડના પેરા મીટર અત્યારથી જ તપાસી લઇ તમામ પ્રવૃતિ ઓ ઉપર શરુઆતથી જ નજર રાખી યોગ્ય મોનીટરીંગ કરવામાં આવે તો આપણા તમામ ગામો આવા એવોર્ડની હકદાર બનતા કોઇ રોકી શકે તેમ નથી એમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં સિધ્ધ્પુર, નાયબ જિલ્લા વિકાસ અધીકારી, પંચાયત વિસ્તરણ અધિકારી, પંચાયત, કલ્યાણા ગામના સરપંચ અને સદસ્યો સહિત બહોળી સંખ્યા‍માં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. સાથે સાથે મન કી બાત કાર્યકમ પણ ગ્રામજનો સાથે નિહાળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here