પાટણ જિલ્લાના શંખેશ્વરમાં જૈનાચાર્ય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના આચાર્યપદ નિમિત્તે ખીચડી ઘરનો પ્રારંભ અન્ન દાનથી નથી મોટું,અહીં બીજું કંઈ દાન,આંતરડી ઠારો ભુખ્યાની રાજી રહેશે ભગવાન-જીજ્ઞા શેઠ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

ગુજરાતની ધન્યધારા પર આવેલ શંખેશ્વર મહાતીર્થે તપાગચ્છાધીપતી પ.પૂ.આ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના આચાર્યપદ પ્રદાન દિન નિમિત્તે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ-શંખેશ્વર અને જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ-શંખેશ્વર ના નેજા હેઠળ ખીચડી ઘરનો એક મહિના માટે પ્રારંભ કરવામાં આવેલ.જેમાં દરોજ જરૂરિયાતમંદ લોકોએ ખીચડી અને કઢી નો ભોજન કરવામાં આવશે.આ ખીચડી ઘરના માર્ગદર્શન માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મહારાજ સાહેબ દ્વારા કરવામાં આવેલ.માનવતાના મસીહા પૂ.આ.શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના આચાર્યપદ પ્રદાન દિન નિમિત્તે એક મહિનાના સુધી ખીચડી અને કઢી ના દાતા પરીવાર સ્વ.વિનોદ ધનજી ભાણજી દેઢિયા ની સ્વગારોહણ તિથિ નિમિત્તે હસ્તે-શ્રીમતિ કવીતાબેન કુલીનભાઈ દેઢિયા પુત્ર-જીત- કેવિન,ગામ-કોડાય,હાલ-મુંબઇ વાળા પરિવારે ખૂબ ઉદાર દિલે લાભ લીધેલ.આ સેવા યજ્ઞમાં જેઓ હરહંમેશ જનસેવામાં અગ્રેસર રહેતા એવા શંખેશ્વરના સેવાભાવી,કર્મ વિરંગના જીજ્ઞાબેન શેઠ એ આ અનુકંપાના સેવા કાર્યમાં ખૂબ ઉત્સાહ પૂર્વક સેવા કરેલ.આ પ્રસંગે જૈનમુનિ નયશેખર વિજયજી મહારાજ સાહેબ એ જણાવેલ કે ગુજરાતના વિવિધ શહેરો તથા ગામોમાં પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક માનવતાના કાર્યો કરવામાં આવે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here