અરવલ્લી જિલ્લામાં શ્રમિકોની સારવાર અર્થે 2 ધન્વંતરિ આરોગ્ય રથ કાર્યરત

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

શ્રમિક વસાહતો સુધી પહોંચી આરોગ્યની પ્રાથમિક સેવાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે ગુજરાત સરકાર

સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ
સૌ સુખી થાઓ, સૌ રોગ મુક્ત રહે, સૌ મંગલમય ઘટનાઓના સાક્ષી બને અને કોઈનેપણ દુઃખના ભાગીદાર ન બનવું પડે. બધા જ લોકો રોગ મુક્ત રહેના સુત્રને સાર્થક કરવા ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સંયુક્ત પહેલ હેઠળ કાર્યાન્વિત ધન્વંતરિ આરોગ્ય સ્થની સેવાઓ બાંધકામ શ્રમિકોને તેઓના કાર્યરત જેવા કે બાંધકામ સાઇટ, કડીયાનાકા તેમજ શ્રમિક વસાહતો સુધી પહોંચો આરોગ્યની પ્રાથમિક સેવાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.

ધન્વંતરિ આરોગ્ય રથ અધ્યતન ટેકનોજીથી સુસજ્જ કરેલ છે, જેથી શ્રમિકોની ઓનલાઇન ડેટા એન્ટ્રી અને રજીસ્ટ્રેશન જીપીએસ દ્વારા રિયલ ટાઇમ ટ્રેકિંગ તેમજ તાલીમબહુ કર્મચારીઓ દ્વારા તબીબી સેવાઓ નિઃશુલ્ક પુરી પાડી શકાય છે. આ રથમાં લેબર કાઉન્સેલર દ્વારા શ્રમિકોને વિવિધ યોજનાઓની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. આ સાથે રથ દ્વારા અરવલ્લી જિલ્લાના તમામ બાંધકામ સ્થળો પર સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે.

સામાન્ય રીતે બાંધકામ સાઈટ પર કામ કરતા શ્રમિકો કોઈને કોઈ ઇજાના ભોગ બને છે ત્યારે તેમને કામ છોડીને હોસ્પિટલના ધક્કા ખાવા પડે છે ત્યારે ગુજરાત સરકારની ધન્વંતરિ આરોગ્ય રથ યોજના અંતર્ગત અરવલ્લીના શ્રમયોગીઓ માટે અરવલ્લી જિલ્લામાં નવા કુલ 2 ધન્વંતરી આરોગ્ય રથ ફાળવવામાં આવ્યા છે. જેમાં 108ની જેમ શ્રમિક સહાયક હેલ્પલાઇન 155372 પર સંપર્ક કરતા ત્વરિત સારવાર આપવામાં આવશે. ધન્વંતરિ આરોગ્ય રથ યોજના અંતર્ગત બાંધકામ શ્રમયોગીઓને બાંધકામ સાઈટ, કડિયાનાકા અને બાંધકામ વસાહત ઉપર વિનામુલ્યે પ્રાથમિક સારવાર મળી રહે છે.

ધન્વંતરિ રથમાં હાજર મેડીકલ ઓફિસર ડો.પ્રિયંકા પ્રજાપતિ સાથે વાત કરતાં જાણવા મળ્યું કે, ધન્વંતરિ રથમાં બાંધકામ શ્રમિકોની નોંધણી, બાંધકામ સાઇટો, કડીયાનાકા અને શ્રમિકોની વિના મુલ્યે બાંધકામ શ્રમિક તરીકે નોંધણીએ કરી ઇ-નિર્માણ કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા, શ્રમિક પરામર્શ અને યોજનાકીય સહાયની માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ તબીબી સેવાઓ જેમાં તાવ, ઝાડા, ઉલ્ટીની સારવાર સામાન્ય રોગોની સારવાર ચામડીના રોગોની સારવાર, રેફરલ સેવાઓ, નાની ઇજા તેમજ ડ્રેસિંગ વગેરેની સુવિધા, નાના બાળકોની સારવાર સગર્ભા માતાની પ્રાથમિક તપાસ જેવી સેવાઓ આ સાથે લેબોરેટરી સેવાઓ જેમાં હિમોગ્લોબીનની તાપસ, મેલેરીયાની તપાસ. પેશાબની તપાસ, લોહીમાં સુગરની તપાસ, પ્રેગનન્સી ટેસ્ટ વગેરે સહિત ડોક્ટરની સલાહ-સુચન તેમજ જરૂરી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here