પાટણ એલસીબી પોલીસે સિદ્ધપુર હાઈવે પર ફિલ્મી ઢબે ટ્રકનો પીછો કરી ૨૭.૯૮ લાખનો ૫૦૪ પેટી વિદેશી દારૂ પકડી પાડ્યો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

પાટણ એલસીબી પોલીસે સિદ્ધપુર હાઈવે પર એક ટ્રક કન્ટેનરનો ફિલ્મી ઢબે પીછો કરી સ્ટેશનરીની ખોટી બીલ્ટી બનાવી ટ્રકમાં ભરેલો ૨૭.૯૮ લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ ૫૦૪ સહિત કુલ ૩૮.૦૩ લાખના મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડયો હતા.
પ્રાપ્ત માહિતીનુસાર ગત ૨૩મી ની વહેલી સવારે પાટણ એલસીબી પીઆઈ એ.બી.ભટ્ટ અને સ્ટાફના માણસો સિદ્ધપુર હાઈવે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે અરસામાં ખાનગી રાહે હકીકત મળી હતી કે ટ્રક ન.HR 55 R 1431 માં ગે.કા.ભારતીય બનાવટની વિદેશી દારૂ પાલનપુર થી મહેસાણા તરફ જનાર છે.આથી પોલીસ આઈઓસી (તાવડીયા)સર્કલ પાસે નાકાબંધી કરી ઉભી હતી તેવામાં આ ટ્રક આવતા ઉભી રાખવા ઈશારો કરતા ડ્રાઈવરે ટ્રક ઉભી ના રાખતા તેનો પીછો કરી ખળી ચાર રસ્તા પાસે આંતરી ઉભી રખાવી પૂછતાં તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો.આથી ટ્રકને સિદ્ધપુર પોલીસમથકે લાવી કન્ટેનરની તપાસ કરતા ભારતીય બનાવટ નો પાસ પરમીટ વગરનો વિદેશી દારૂ બોટલ નંગ ૫૦૪,બોટલ નંગ ૧૩૨૪૮ કિં.૨૭,૯૮,૪૦૦ નો સીલબંધ મળી આવ્યો હતો.ટ્રક કન્ટેનર ડ્રાઈવરે આ દારૂ જયપુર રાજસ્થાન થી ભરી સુરતમાં ડિલિવરી કરવાનો હોવાનું જણાવ્યું હતું.આ ટ્રક કન્ટેનર ની આગળ ત્રણ જેટલા ઈસમો પેટ્રોલિંગ કરતા હોવાનું તેણે જણાવેલ.આ અંગે ટ્રક કન્ટેનર ડ્રાઈવર જાદવ અજયકુમાર કલ્યાણસિંહ રહે.ધૂરા,તા. ભોગાઓન,જિ.મૈનપુરી ઉત્તરપ્રદેશવાળાને મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની સાથે ના સોની યાદવ,રહે. એટા, દિપુ યાદવ તેમજ ત્રણ મોબાઈલ નંબર વાળા અજાણ્યા ઈસમો જે મળી આવેલ નથી તે તમામ વિરુદ્ધ પ્રોહી.એકટ ૬૫,એ,ઈ,૧૬૬(બી),૮૩,૮૧,૯૮(૨),ઈપીકો કલમ ૪૬૭, ૪૬૮,૪૭૧, ૧૨૦(બી),૪૨૦ સહિત એમવી એકટ ૩,૧૮૧, ૧૭૯(૧),૧૭૭ મુજબ ગુનો નોંધાયો છે.જેની આગળની તપાસ એલસીબી ઈ. પીઆઈ એ.બી.ભટ્ટ ચલાવી રહ્યા છે.

કોના કોના વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

  1. અજય કલ્યાણસિંહ જાદવ (ટ્રક ચાલક)
  2. સોની યાદવ (દારૂનો જથ્થો જયપુરથી ભરી આપનાર)
  3. દિપુ યાદવ તથા અન્ય 3 મોબાઈલ નંબરના ધારકો જેઓના નામ તપાસમાં ખુલે તે શખ્સો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here