પંચમહાલ જિલ્લામાં વધુ 23 વિસ્તારો કલસ્ટરમુક્ત જાહેર કરાયા

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ 23 વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં હાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ વિઠ્ઠલ ફળિયું, રાજધાની હોટેલનો વિસ્તાર, આમ્રપાલી-5 (ડી)નો વિસ્તાર, કાછિયાવાડ-04, આમ્રપાલી-4 (ઈ)નો વિસ્તાર, સુભાષ શેરી, ભગવતગીતાનગર-02નો વિસ્તાર, શંકરનગર-03, ઘનશ્યામનગર-04, શ્રીજીદર્શન-04 ગોધરા રોડ, નીતાનગર-કણજરી રોડ, જાંબુઘોડા તાલુકાના રામપુરા ગામનું મોટા ફળિયું, હાલોલ તાલુકના કણજરી ગામનો સનરાઈઝ સોસાયટી વિસ્તાર, કેશરપુરા ગામ, કણજરી ગામનો સનસિટી-06નો વિસ્તાર, ચંદ્રાપુરા-14, ઘોઘંબા તાલુકાના ગમાણી ગામનું સુથાર ફળિયું, ઘોઘંબા ગામનો વ્રજ વિહાર સોસાયટી વિસ્તાર, ભોજપુરા ગામનું મુવાડી ફળિયું, રીંછવાણી ગામનું તુલશીશ્યામ કોમ્પ્લેક્ષ, તરિયાવેરી ગામનું ઈશુ ફળિયું, પાલ્લા ગામ, પરોલી ગામ સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here