પંચમહાલ જિલ્લામાં વધુ ૨૯ વિસ્તારો કલસ્ટરમુક્ત જાહેર કરાયા

ગોધરા,(પંચમહાલ)

પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ ૨૯ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં કાલોલ તાલુકાના બાકરોલ ગામમાં સમાવિષ્ટ શક્તિપુરા વિસ્તાર, ઘોઘંબા તાલુકા રણજિતનગર ગામમાં સમાવિષ્ટ મંદિર ફળિયું, શહેરા તાલુકાના બાહી ગામમાં સમાવિષ્ટ ગોયા ફળિયાનો વિસ્તાર, હાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ પાવાગઢ રોડનો વિસ્તાર, વ્રજવાટિકા સોસાયટી વિસ્તાર, ઉમા સોસાયટીનો વિસ્તાર, સન સિટી-૦૨ વિસ્તાર, બરફ ફેક્ટરી (કંજરી રોડ) વિસ્તાર, રામેશ્વરનગર-૦૨નો વિસ્તાર, શહેરા નગરપાલિકાનો વ્યાસવાડા વિસ્તાર, ગોધરા નગરપાલિકામાં સમાવિષ્ટ રાયણવાડી-૦૨નો વિસ્તાર, મહાવીર નગર-૦૬નો વિસ્તાર, સહજાનંદ સોસાયટી-૦૨નો વિસ્તાર, સૂર્યવિલા-૦૨નો વિસ્તાર, ચેતનદાસ પ્લોટ-૦૨નો વિસ્તાર, આશિષ સોસાયટી, કુસુમ વિવેકનગર-૦૨નો વિસ્તાર, કાચબા પ્લોટ વિસ્તાર, રાયણવાડી-૦૩ વિસ્તાર, ફખરી સોડા, ફાતેમા મસ્જિદ (સલામત સોસાયટીનો વિસ્તાર), આઈટીઆઈ પાસેનો વિસ્તાર, કાછિયાવાડ-૦૬નો વિસ્તાર, આનંદનગરનો વિસ્તાર, મોદીની વાડી-૦૩, મદીના સોસાયટી વિસ્તાર, ગોકુલ ટેનામેન્ટ વિસ્તાર, કાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ વેજલપુર રોડનો વિસ્તાર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here