પંચમહાલ જિલ્લાના કાલોલ નગરમાં દુર્ગાષ્ટમીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

નવરાત્રિના દિવસો દરમિયાન મહાષ્ટમી એટલે કે દુર્ગા અષ્ટમી ના દિવસે માતાજીની પૂજા નુ અનેરૂ મહત્વ હોય છે શક્તિસ્વરૂપા માતાજી ને આ દિવસે નવચંડી પૂજા કરવામાં આવે કાલોલ નગરમાં મહાલક્ષ્મી મંદિરના ચોકમાં બજરંગ ભજન મંડળ દ્વારા નવરાત્રી આ ઉત્સવનો ૬૦ વર્ષ પૂરા કરી ૬૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે કોરોના ના કારણે હપ્તો આરતી કરવામાં આવી રહી છે ત્યારે આઠમને દિવસે નવચંડી નુ આયોજન કરવામાં આવ્યું હતુ.આ ઉપરાંત કાલોલના વેરાઈ માતા મંદિર ના ચોકમાં દશાલાડ જ્ઞાતિ ના યુવાનો દ્વારા હવન કરવામાં આવ્યું. ચાલુ વર્ષે નવરાત્રી નો તહેવાર કોરોના મહામારી ને કારણે સમગ્ર દેશમાં મોકૂફ રાખવામાં આવ્યો છે ત્યારે ભારે ભક્તિભાવપૂર્વક દુર્ગાષ્ટમી નો ઉત્સવ ભક્તજનોએ હાજરી આપી ઉત્સાહપૂર્વક માતાજીના પૂજા અને હવન માં શ્રીફળ હોમી માતાજીનો જય કાર કરી સમગ્ર વાતાવરણને ભક્તિભાવથી ભરી દીધું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here