પંચમહાલ જિલ્લામાં ખેલો ઇન્ડીયા સેન્ટરો બનશે- રમત ગમત સંસ્થાઓને અપાશે સહાય

ગોધરા,(પંચમહાલ) ઇશગક રાંટા :-

ભારત સરકારના રમતગમત મંત્રાલય દ્વારા ખેલો ઈન્ડિયા યોજના હેઠળ “ખેલો ઈન્ડિયા સેન્ટર(KIC’s)” જિલ્લા કક્ષાએ શરૂ કરવા માટે યોજના

જિલ્લા રમતગમત અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારની યોજના “ખેલો ઇન્ડિયા” અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ “ખેલો ઇન્ડિયા સેન્ટર” શરૂ કરવામાં આવશે. “ખેલો ઈન્ડિયા સેન્ટર(KIC’s)”માં તાલીમ માટે ઓલમ્પિક – ૨૦૨૪ને ધ્યાને લઈ (આર્ચરી,એથ્લેટિક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, સાયકલિંગ, ફેન્સિંગ, હોકી, જુડો, રોવિંગ, શુટીંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિશ, વેઇટ લિફ્ટિંગ,કુસ્તી) જેવી ૧૪ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ખેલો ઈન્ડિયા સેન્ટરમાં વધુમાં વધુ ત્રણ રમતો તથા રમત દીઠ ઓછામાં ઓછા ૩૦ તાલીમાર્થીઓ લાભ લઇ શકશે. સંસ્થા અથવા ભુતપૂર્વ ખેલાડીઓ આ સેન્ટર શરૂ કરવા માટેનો લાભ મેળવી શકશે. આ ખેલો ઈન્ડિયા સેન્ટર માટે પ્રત્યેક રમત દીઠ એક વખત મળવાપાત્ર શરૂઆતી સહાય રૂ.૫.૦૦ લાખ આપવામાં આવશે. ત્યારબાદ જરૂરી સ્ટાફનું માનદ વેતન,નવા રમતના સાધનો ખરીદી કરવા,સ્પોર્ટ્સ કીટ,સ્પર્ધામાં ભાગ લેવા માટે થનાર ખર્ચ માટે પ્રત્યેક રમત દીઠ વાર્ષિક મળવાપાત્ર સહાય રૂ.૫.૦૦ લાખ રહેશે.
ભારત સરકારની ગાઇડલાઇન અનુસાર પંચમહાલ જિલ્લામાં ખેલો ઈન્ડિયા સેન્ટર(KIC’s)શરૂ કરવા અંગે ભારત સરકાર અને ગુજરાત સરકારના રમત ગમત વિભાગ દ્વારા ફોર્મ નિયમોનુસાર વેરીફાઈ કર્યા બાદ કલેક્ટરશ્રી મારફત યોગ્ય લાયકાત ધરાવતી શાળાઓ,સંસ્થાઓ પાસેથી દરખાસ્ત મંગાવવામાં આવી છે, જેમાં ભુતપૂર્વ વિજેતા ખેલાડીઓ કે જેઓ હાલ રમતનું પ્રશિક્ષણ આપતા હોય તેવા આ સાથે અરજી ફોર્મના Annexure-II માં દર્શાવેલ યોગ્યતા મુજબ લાયકાત ધરાવતા ખેલાડીઓની વિગત Annexure-I A અને પાંચ વર્ષથી વધુ સમયથી રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડતી હોય તેવી એકેડમીઓ, સંસ્થાઓ, શાળાઓએ પોતાની દરખાસ્તો (વધુમાં વધુ ત્રણ રમત માટે) જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૦૨, ગોધરા ખાતે તા.૨૫/૦૫/૨૦૨૧ સાંજે ૬:૦૦ કલાક સુધીમાં અચૂકપણે મોકલી આપવાની રહેશે. સમયમર્યાદા બાદ આવેલી અરજી ધ્યાને લેવાશે નહીં તેમ યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે જિલ્લા રમતગમત કચેરીનો ઉપરોક્ત સરનામે સંપર્ક સાધી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here