પંચમહાલ અને દાહોદ જિલ્લાના કારખાનેદારો માટે અગત્યનું

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

કારખાના ઘારા હેઠળ સને-૨૦૨૧ના વર્ષ માટે લાયસન્સ રીન્યુ કરાવવા ૩૧મી ઓક્ટોબર સુધીમાં અરજી કરવી

નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, પંચમહાલની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર પંચમહાલ તથા દાહોદ જિલ્લા ખાતે નોંઘાયેલ કારખાનાના કબજેદારો/વ્યવસ્થા૫કોએ વર્ષ ૨૦૨૧ માટે લાયસન્સ રીન્યુઅલ અરજી ૩૧મી ઓક્ટોબર, ૨૦૨૦ સુધીમાં નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, બહુમાળી મકાન, ૫હેલો માળ, કલેકટર કચેરીના કંપાઉન્ડ-ગોઘરા ખાતે પહોંચતી કરવાની રહેશે. અત્રે ખાસ નોંધવાનું કે અગાઉ તેઓને કારખાનાના લાયસન્સ રીન્યુઅલ ફોર્મ તથા ચલણ ઉક્ત કચેરીએથી મોકલી આ૫વામાં આવતા હતા. જે પ્રથા હવે બંઘ કરી હોઇ સને – ૨૦૨૧ના વર્ષ માટે લાયસન્સ તાજુ કરાવવા નમૂનો-૩ તથા ચલણ ઉપરોકત કચેરી ખાતેથી મેળવી લેવી. અથવા તો અરજીકર્તાઓ ઓનલાઇન ઇ-પેમેન્ટની સગવડનો ૫ણ ઉ૫યોગ કરી શકો છો અને IFP પોર્ટલ ૫ર ઓનલાઇન રીન્યુઅલ અરજી કરી શકાય છે. www.labourandemployment.gov.in વેબસાઇટ ૫રથી સીઘા ડાઉનલોડ કરી શકાશે. તા. ૩૧-૧૦-૨૦૨૦ ના રોજ જાહેર રજા હોવા છતાં કારખાનેદારોની સગવડતા ખાતર આ કચેરી ખુલ્લી રાખવામાં આવશે. તમામ કારખાનેદારે કારખાનાના નકશા મંજુર થયાના નંબર તથા તારીખ અચુક લાયસન્સ રીન્યુઅલ અરજીમાં લખવાના રહેશે. જેનો અમલ નહી થયેથી લાયસન્સ રીન્યુઅલની કામગીરીમાં વિલંબ થશે. તા. ૩૧-૧૦-૨૦૨૦ ૫છી રીન્યુઅલ અરજી સાથે નિયત કરેલ ફીના ૨૫ % વઘુ રકમ ( પેનલ્ટી ) ભરીને તેનું ચલણ રજુ કરવું જરુરી રહેશે. સુઘારેલા નિયમોનુસાર નિયત કરેલ ફીની રકમમાં સરકારશ્રી દ્વારા તા. ૦૯-૧૦-૨૦૧૪ થી સુઘારો કરવામાં આવેલ છે. તેમજ વઘુમાં વઘુ ૧૦ (દસ ) વર્ષ માટે લાયસન્સ રીન્યુઅલ કરી શકાય છે, જેની નોંઘ લેવા આ યાદીમાં જણાવાયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here