પંચમહાલ કોવિડ-૧૯ અપડેટ : જિલ્લામાં આજે કોરોના સંક્રમણના નવા ૨૯ કેસ નોંધાયા…

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

૧૩ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા ૩૮૫ થઈ

કુલ કેસનો આંક ૧૩૧૩ થયો, કુલ ૮૫૩ વ્યક્તિઓ કોરોનાને માત આપી

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૨૯ નવા કેસ મળી આવતા કોવિડ-૧૯ સંક્રમણના કુલ કેસની સંખ્યા ૧૩૧૩ એ પહોંચી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૧૫ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૪ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૦૭, હાલોલમાંથી ૦૭ અને કાલોલમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૧૦૦૩ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરા ગ્રામ્યમાંથી ૫, હાલોલ ગ્રામ્યમાંથી ૫, કલોલમાંથી ૩અને મોરવા હડફમાંથી ૧ કેસ મળી આવ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા ૩૮૫ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૧૩ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા ૮૫૩ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૩૮૫ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here