રાજપીપળામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ ગોકળગાયની ગતિએ ચાલતા લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

લોકો એ વ્યાજે રૂપિયા- વસ્તુ ગીરવે મૂકી બાંધકામ કર્યું પરંતુ હપ્તા સમયસર નહિ આવતા સ્વપ્ન ના ઘર નું સપનુ એડે જતાં સરકારી નિતી સામે રોષ

ધીમું કામ કરતી સરકારે ફાળવેલી એજન્સી ને પાલિકા એ નોટિસ ફટકારી બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરવી જોઈએ

નર્મદા જિલ્લા નાં વડા મથક રાજપીપળા શહેર માં આવેલી એકમાત્ર નગર પાલિકા દ્વારા અત્યારસુધી માં ઘણા વિકાસનાં કામો થયા છે પરંતુ પાલિકા વિસ્તારમાં ચાલતી સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના માં તાજેતર માં લોકો માટે જાણે ફાંસી નો ફંદો બની હોય તેમ લાગી રહ્યું છે.કેમ કે આવાસ યોજના નો લાભ લઇ બેઠેલા લોકો એ ઑનલાઇન ફોટા પડાવવા વસ્તુઓ ગીરવે મૂકી વ્યાજે રૂપિયા લાવી મકાન નું બાંધકામ કર્યું છે જેમાં સમયસર ફોટા પડતા નથી અને જેમના ફોટા પડ્યા છે તેમના હપ્તા સમયસર નહિ આવતા લોકો વ્યાજ ભરી ને થાકી ચૂક્યા છે.
રાજપીપળા માં આ યોજના નો લાભ લેનાર ગરીબ વ્યક્તિઓ પ્રધાનમંત્રીની આ યોજના આવતા ખુબ ખુશ હતા પરંતુ જે તે સરકારે ફાળવેલી એજન્સી દ્વારા થતા આવાસ નાં કામો ગોકળગાય ની ગતિ એ ચાલતા હોવાથી હપ્તા સમયસર નહિ મળતા લાભ લેનાર લોકો ઓછી આવક માં ઘર નું ગુજરાન ચલાવે કે વ્યાજ ભરે તેવા સવાલ ઉભા થયા છે.
જો એજન્સી દ્વારા યોગ્ય કામગીરી નહિ કરાતી હોય તો રાજપીપળા નગરપાલિકા નાં મુખ્ય અધિકારી એ સરકારે ફાળવેલી આ એજન્સી ને નોટિસ આપી બ્લેકલિસ્ટ કરવી જોઈએ જેથી કરીને આ અથવા અન્ય એજન્સી દ્વારા યોગ્ય અને સમયસર કામગીરી કરાઇ તો વ્યાજ ભરીને કંટાળેલા લોકો ને સમયસર હપ્તા મળે અને પોતાના પરિવાર નું ગુજરાન પણ યોગ્ય રીતે ચલાવી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here