ડાંગ : શેરડી કાપવા જતાં મજુરોના કાપણી કમિશનમાં રૂપિયા 25 નો વધારો…

ડાંગ,આનંદ વસાવા
સાગબારા,(નર્મદા)

ડાંગ જિલ્લા BTP અને મજુર સંઘની રજુઆત રંગ લાવી

રાજ્ય ખાંડ નિયામક સંઘની બેઠકમાં કમિશનના રૂપિયા 275 કરવા નિર્ણય

દક્ષિણ ગુજરાતની સુગર મિલમાં શેરડી કાપણી માટે માટે જતાં મજુરોની મજુરીમાં આખરે સુગરના સંચાલકો દ્વારા વધારો કરવામાં આવ્યો. રાજ્ય ખાંડ નિયામક સંઘની બેઠકનો નિર્ણય શેરડી કાપણી કમિશનમાં 25 નો વધારો કરવામાં આવ્યો છે. 98 ટકા આદીવાસી વિસ્તાર ધરાવતાં ડાંગ જિલ્લામાંથી વર્ષ દહાડે અસંખ્ય મજુરો દક્ષિણ ગુજરાતમાં સહકારી ધોરણે કાર્યરત સીગર મિલોમાં શેરડી કાપણી માટે જઈને રોજગારી મેળવે છે. તેવામાં ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP ) ડાંગ અને મજુર અધિકાર મંચના અથાગ પ્રયત્નો અને રજુઆત થકી મજુરીની મજુરીમાં વધારો કથવામાં આવ્યો છે. રાજ્ય ખાંડ નિયામક સંઘની બેઠકમાં લેવાયેલા નિર્ણયમાં શેરડી કાપણી કમિશનમાં 25 નો વધારો થતાં હવે રૂપિયા 250 થી વધીને 275 થયા છે. જ્યારે મુકરદમોને પણ રૂપિયા 50 ને બદલે 55 મળશે.

ભારતીય ટ્રાયબલ પાર્ટી અને મજુર અધિકાર મંચ ડાંગ દ્વારા આપવામાં આવેલ આવેદનમાં શેરડી કાપવા માટે જતાં મજુરોની મજુરીમાં વધારો કરવા તેમને કામના સ્થળે રહેવાની સગવડ, પાણી, વિજળી, શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવે તેમજ પડાવ ઉપર આંગણવાડી, પોષણ આહારની સેવા મળી રહે તેવી માંગણી કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here