નસવાડી જુથ ગ્રામપંચાયતમા તાળા… છેલ્લા ચાર માસથી કર્મચારીઓનો પગાર ન થતા કામદારો રોષે ભરાયા

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ઇતિહાસ મા પહેલીવાર નસવાડી જુથ ગ્રામપંચાયત ને તાળાબંદી કરવામાં આવી

આજ રોજ નસવાડી ગ્રામ પંચાયતમા અક્ળાયેલા કર્મચારીઓ દ્રારા નસવાડી જુથ ગ્રામ પંચાયત ને તાળા મારવામા આવ્યા જેમા સફાઇ કામદારો પાણી છોડવા વાળા ભાઇઓ તથા લાઈટ ઓપરેટર વગેરે નો પગાર છેલ્લા ચાર માસથી ન થતા ગ્રામ પંચાયત ખાતે તમામ કર્મચારીઓ રોષે ભરાયા હતા જેમા આજરોજ તહેવારનો દિવસ છે નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે અને આજે રાંધણછટ છે અને આવતી કાલે શીતળા સાતમ નો તહેવાર છે જે આદિવાસીઓ નો મહત્વનો તહેવાર છે છેલ્લા કેટલાક સમય થી ગ્રામપંચાયત ના કર્મચારીઓ પોતાના વેતન માટે ધક્કા ખાતા હતા પરંતુ આજદિન સુધી કર્મચારીઓને પગાર ચુકવવામાં આવ્યો નથી અને તહેવાર ના ટાણે પણ પગાર ચકવાયો નથી તેને લઇ નસવાડી ગ્રામ પંચાયતને તાળા બંદી કરવામા આવી જેમા એક કર્મચારી નો દિકરો જે દોઢ વર્ષ નો છે અને દવાખાના મા દાખલ છે છતા પણ એમની વેદના સમજવા તંત્ર તૈયાર નથી તેમ કર્મચારીઓ એ જણાવ્યું હતુ અને વધુ મા જણાવ્યું કે અમારો પગાર છેલ્લા ચાર માસ થી થયો નથી અને દુકાનદારો ને આગલા રૂપિયા બાકી હોવાને કારણે અમને ઉધાર કોઈ આપતુ નથી એમ જણાવવામાં આવ્યુ હતુ અને તહેવાર કઈ રીતે ઉજવવો અમારા નાના છોકરાઓ ને તહેવાર ના દિવસે કઈ તળેલી ચીજ વસ્તુઓ બનાવીને ખવડાવી હોય તો અમારે શુ કરવુ?એમ જણાવવામાં આવ્યુ હતુ આના કારણે રોષે ભરાયેલા કર્મચારીઓ એ તાળા બંદી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here