ખેતીવાડી અને આત્મા પ્રોજેકટ,પંચમહાલના સંયુક્ત ઉપક્રમે ગોધરા,કાલોલ અને હાલોલ તાલુકા ખાતે પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ – ૨૦૨૩ અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ખેતીવાડી અને આત્મા પ્રોજેકટ,પંચમહાલનાં સંયુક્ત ઉપક્રમે પંચમહાલ જીલ્લાના અલગ અલગ તાલુકા ખાતે પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગતરોજ ગોધરા તાલુકાના ગઢ- ચુંદડી ખાતે,કાલોલ તાલુકાના વેજલપુર અને ઉતરેડીયા ખાતે તથા હાલોલ તાલુકાના બળીયાદેવ ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરાયું હતું.

આ તાલીમમાં ખેતીવાડી અને બાગાયત વિભાગના અધિકારીશ્રી અને કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું મહત્વ, મિલેટ પાકો, ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના,સરકારશ્રીની ચાલતી વિવિધ યોજનાઓ,પર્યાવરણની સુરક્ષા,જમીનની ફળદ્રુપતા તથા
પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો જીવામૃત,બીજામૃત,વાફ્સા,આચ્છાદન (મલ્ચીંગ) અને મિશ્રપાક પધ્ધતિ જેવા વિવિધ વિષયો આવરી લઇ તબક્કાવાર માહિતી તાલીમમાં આપવામાં આવી હતી. તાલીમની સાથે જીવામૃત અને બીજામૃત બનાવવા અને તેનો ઉપયોગ કરવાની રીત અંગે પ્રેકટીકલ પણ કરાયું હતું.

આ તકે આત્મા પ્રોજેકટ ડાયરેક્ટરશ્રી પી.એસ.પટેલ, વિવિધ સબંધીત અધિકારીશ્રીઓ,કર્મચારીઓ,માસ્ટર ટ્રેનર સહિત ગામના સરપંચશ્રીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here