નસવાડી ખાતે એ.બી.વી.પી દ્વારા સ્વામી વિવેકાનંદ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી ફાઇનલ મેચ રમાઈ

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી ખાતે હાઈસ્કૂલ ની પાછળના ગ્રાઉન્ડ માં ટુર્નામેન્ટ ગોઠવવામાં આવી હતી જેમાં એ.બી.વી.પી દ્વારા ખૂબ સરસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યુ હતુ આ ટુર્નામેન્ટમાં કુલ 7 ટીમોએ ભાગ લીધો હતો જેમાં નસવાડીની 2 ટીમે ભાગ લીધો હતો જેમાં એક નસવાડી ચાર રસ્તા અને બીજી યુનિટી વોરિયર્સ હતી અને આ બે ટિમો ફાઇનલ માં આવી હતી અને આ બે ટિમો વચ્ચે ફાઇનલ મુકાબલો થયો હતો જેમાં નસવાડી યુનિટી વોરિયર્સ નો ભવ્ય વિજય થયો હતો અને વિજેતા ટીમને રોકડ પુરસ્કાર 5000/-રૂપિયા અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને રનરઅપ ટીમને 2500/-રૂપિયા રોકડા અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી જેમાં પાણી ની સગવડ સાથે ટુર્નામેન્ટનું સરસ આયોજન કરાયુ હતુ વિજેતા ટીમને મેન ઓફ ધ મેચ આશીષભાઈ ને આપવામાં આવી હતી અને મેન ઓફ ધ સિરીઝ કિરીટભાઈ ને આપવામાં આવી હતી અને બેસ્ટ બોલર જે પી ભાઈ ને આપી હતી અને બેસ્ટ બેસ્ટમેન તરીકે ભૂરાભાઈ ને આપવામાં આવી હતી અને એ.બી.વી.પી દ્વારા ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના લઘુમતી સેલના ઉપ પ્રમુખ ઝહીરભાઈ કુરેશી હાજર રહ્યા હતા અને એમના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને આ ટુર્નામેન્ટમાં જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પરમાર દિનેશભાઈ ફિરોઝભાઈ પઠાણ અલતાફભાઈ કુરેશી ઇશાકભાઈ મેમણ વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા અને દરેક ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા આમ નસવાડી ખાતે એ.બી.વી.પી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here