નસવાડી : કાટકુંવા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ઓફિસને લગતા મોટા ભાગના કામો સ્થળ પર જ થયા

નસવાડી તાલુકાના કાટકુવા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો અને કાર્યક્રમમા મોટા ભાગના કામો જેવા કે આવક ના દાખલા જાતિ આવક ના દાખલા થી લઈ વેકસીનેશન થયુ ત્યાર બાદ આર ટી પી સી આર ના રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા અને આધાર કાર્ડ તથા સી એસ સી દ્વારા આયુષમાન કાર્ડ ની પણ કામગીરી કરવામાં આવી હતી જે રીતે લોકોને ઓફિસોના ધક્કા ખાવા પડેછે એ ખાવા ન પડે અને સેવાસેતુ કર્યક્રમ મા કરવામાં આવ્યા હતા અને મોટા ભાગના ગામોમાં સેવાસેતુ કાર્યક્રમો થયા છે જ્યાં મોટા ભાગના સરકારી કામો થયા છે એટલા માટે મેદની ઓછી જોવા મળી હતી સેવાસેતુ દ્વારા સારા કામો થાય છે અને સરકારી કામોમાં પડતી મુશ્કેલીઓ આ સેવાસેતુ થવાના કારણે મોટા ભાગના પ્રશ્નો હલ કરવામાં આવ્યા છે જેમાં લોકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો જેમાં તાલુકા પ્રમુખ રાજુ ભાઈ રાઠવા ટી ડી ઓ મામલતદાર સરપંચ તલાટી વગેરે એ હાજરી આપી અને ઓફિસોમાં ન થતા કામો સેવાસેતુ કાર્યક્રમ માં કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here