બનાસકાંઠા : મહિલા મોરચા દ્વારા મેડિકલ સેલ દ્વારા સગર્ભા મહિલાઓને ફ્રી સોનોગ્રાફી કેમ્પ કરવામાં આવી

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા મેડિકલ સેલ દ્વારા સગર્ભા સોનોગ્રાફી કેમ્પ તારીખ 15 /5 /2022 ને રવિવારના દિવસે સવારે 10 થી 12:00 કલાક સુધી ડીસાની વિવિધ હોસ્પિટલ સગર્ભા બહેનો જે ત્રણ થી આઠ મહિના સુધી સગર્ભા મહિલાઓ માટે નિશુલ્ક સોનોગ્રાફી કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ગુજરાત ના રાજ્ય સભાના સંસદ સભ્ય શ્રી દિનેશભાઈ અનાવાડિયા ની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા ના ઉત્સાહી પ્રમુખ શ્રીમતી ભીખીબેન વોરા દ્વારા સરકારશ્રીના આદેશ અનુસાર મહિલા ઉત્કર્ષ ની વિવિધ કાર્યસુચી મુજબ બનાસકાંઠાના વિવિધ તાલુકાઓમાં સગર્ભા મહિલાઓ એ સોનોગ્રાફીના ફ્રી ચેકઅપ કેમ્પ મો રૂબરૂ હાજર રહી તથા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી પ્રશંસાના ની કામગીરી કરેલ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા ના પ્રમુખ શ્રીમતી ભીખીબેન વોરા ની જિલ્લા મો ખુબજ સુંદર કામગીરી ચર્ચા જોવા મળે છે ત્યારે તેમની સાથે મહિલા મોરચાના તમામ કાર્યકર્તા મહિલાઓ તથા નગરપાલિકા ની મહિલા કોર્પોરેટર હાજર રહી ડોક્ટર ધર્મેશભાઈ રાવળ ની આગેવાનીમાં સમગ્ર કાર્યક્રમને સાકાર કરેલ ત્યારે ડીસા ના ગાયનેક ડોક્ટર શ્રી દેવલ ભાઈ શાહ તથા ડૉ.તપનભાઈ ગાંધી અને ડૉ.પિયુષભાઈ પઢીયાર ની હોસ્પિટલમાં જઈ સગર્ભા મહિલાઓને જરૂરી માર્ગદર્શન આપેલ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here