મોરબીમાં કમોસમી વરસાદના સામાન્ય અમીછાંટણાથી પાણીના તલાવડા અને કાદવ કીચડના કારણે રોગચાળાનો ભય !

મોરબી, આરીફ દિવાન :-

મોરબી શહેરમાં કમોસમી વરસાદના સામાન્ય અમીછાંટણા થતા મોરબીના મુખ્ય માર્ગો ઉપર પાણી ના તલાવડા અને ગાળો કિચડ થવામાન કારણે મચ્છરોનો ઉપદ્રવ સાથે સાથે મિક્ષણ ઋતુના કારણે લોકોના આરોગ્યને જોખમ જન્મ્યું છે ત્યારે તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે અને વરસાદના પાણી તેમજ કચરો ગંદકી ગટરના મા સમયસર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે જેથી લોકોના આરોગ્યને ગંભીર રોગચાળાનો ભોગ ન બનવું પડે તે અંગે તંત્ર વાહકોએ તકેદારી રાખવી જોઈએ તે આજના ડીજીટલ યુગ ની લાગણી અને માગણી ઉઠવા પામી છે અત્રે નોંધનીય છે કે વરસાદના પાણી અને ગટરના પાણી અમુક વિસ્તારોમાં લોકોના ઘરોમાં ઘૂસી જવાથી રોષની લાગણી જન્મી હતી ત્યારે હાલ સમયની પરિસ્થિતિને ધ્યાને રાખી સ્વચ્છતા અભિયાન હાથ ધરવું જોઈએ તે તંત્ર વાહકોએ વોર્ડ નંબર ૧ થી ૧૩ તેમજ મોરબીના મુખ્ય માર્ગો પર સ્વચ્છતા જાળવી રાખવી જોઈએ એવું એક અખબારી યાદીમાં જેન્યુન ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ આરીફ ભાઈ બ્લોચ એ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here