નર્મદા જીલ્લા સેશન્સ કોર્ટે પોકશોનાં કેશમાં સોઢલીયા નાં આરોપીને 3 વર્ષની સજા ફટકારી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

પોતાનાં ખેતર માં શાકભાજી વીણવા ગયેલ યુવતી સાથે બળજબરી પૂર્વક બિભસ્ત વર્તન કરી યુવતી સાથે શારીરિક અડપલા કરનાર યુવાન ને સજા થતાં પરીવાર માં આનંદ

રાજપીપળા પાસે ના સોઢલિયા ગામ ખાતે પોતાનાં ખેતર માં શાકભાજી વીણવા ગયેલ યુવતી સાથે બળજબરી કરી શારીરિક અડપલા કરનાર યુવાન ને નર્મદા જીલ્લા ની એડિસન કોર્ટે ત્રણ વર્ષ ની સજા અને 2000 રૂપિયા નો દંડ ફટકારતા યુવતી ના પરિવાર મા આનંદ ની લાગણી ફેલાઈ હતી.

બનાવની વિગતો અનુસાર રાજપીપળા પાસે ના સોઢલિયા ગામ ખાતે રહેતા આરોપી અમિત સુરેશભાઈ બારીયા એ પોતાનાં ગામની યુવતી કે જે તેનાં ખેતર માં શાકભાજી વીણવા ગયેલ તેણી ની પાછળ આરોપી એ જયીને યુવતી ને બાથ માં લીધી હતી અને તેણીનો જમણો હાથ પકડી છાતી ના ભાગે પકડી યુવતી ની મરજી વિરુદ્ધ બળજબરી પૂર્વક પોતાની સાથે આવવા યુવતી ને તેના ખેતર માથી પડતર જમીન તરફ ખેંચીને લાયી જતો હતો, જેથી યુવતી એ બુમરાણ મચાવતા તેણી ની માતા દોડી આવી હતી, જેથી નરાધમ યુવાન નાસી ગયો હતો.

આ બનાવ ની જાણ માતા સહીત યુવતી એ અન્ય પરિવાર જનો ને કરતા આરોપી યુવાન સામે પોલીસ મથક મા ઇ. પી કો. કલમ 354 એ તેમજ પોક્ષો એક્ટ મુજબ નો ગુનો દાખલ કરવામાં આવેલ.અને પોલીસે આરોપી ની અટકાયત કરી હતી.

આ કેસ નર્મદા જીલ્લા ના એડીશનાલ સેશન્સ જજ એન એસ સિદ્દીકી સાહેબ ની અદાલત મા ચાલી જતાં ફરીયાદી પક્ષે સરકારી વકીલ જીતેન્દ્ર સિંહ ગોહીલ ની ધારદાર દલીલો અને અન્ય આનુષંગિક પુરાવા રજૂ કરવામાં આવતાં અદાલતે આરોપી ને કસૂરવાર ઠેરવી ત્રણ વર્ષ ની સજા અને રૂ .2000 નો દંડ ફટકાર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here