નર્મદા જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં કોવિડ કેર સેન્ટર શરુ કરાસે

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

જીલ્લા વિકાસ અધિકારીએ શિક્ષણાધિકારી સહિત શિક્ષકોને આદેશ જારી કર્યા

આવતીકાલથી જિલ્લાની દરેક પ્રાથમિક શાળામાં covid કેર સેન્ટર શરૂ કરવામાં આવશે આ બાબતનો જિલ્લા વિકાસ અધિકારી નર્મદા નો આદેશ જારી કરવામાં આવતા શિક્ષકો મા ભારે દોડધામ મચી હતી અને પોતાને માથે શિક્ષણ સિવાય ની જવાબદારી ઠોપાતા ચણભણાટ શરું થયો હતો.

નર્મદા જીલ્લામા કોરોના ની મહામારી ફેલાઈ હોય ને લોકો ને અગવડ ન પડે એ માટે તંત્ર સાબદુ બન્યુ છે અને હવે કોરોના ના પ્રાથમિક લક્ષણો વાળા દર્દીઓ ને ગામ માજ સારવાર મળી રહે એ માટે ગામ ની શાળાઓ ને તમામ પ્રકાર ની સુવિધા ઓ થી સજ્જ કરવામાં આવી રહી છે.

દરેક શાળાએ નીચે મુજબની વ્યવસ્થા આવતીકાલે જ બે કલાક સુધીમાં તૈયાર કરી સીઆરસી મારફત ફોટા અને માહિતી રજુ કરવાના આદેશ અપાઈ ચુક્યા છે.
શાળાના ઉપલબ્ધ ઓરડા ના 50% ઓરડામાં આ સુવિધા ઊભી કરવાની રહેશે ,
શાળામાં સેનીટાઇઝર અને માસ્ક ઉપલબ્ધ રાખવા ,
દરેક ઓરડામાં પીવાના પાણીની સુવિધા એટલે કે પાણીનો જગ અથવા નળ વાળું માટલું અને ગ્લાસ મુકવા.
આ દરેક ઓરડામાં બે પથારી વચ્ચે ત્રણ ફૂટનું અંતર રહે એ રીતે વધુમાં વધુ જેટલી થાય એટલી પથારી તૈયાર કરવાની રહેશે જેમાં દરેક પથારી દીઠ એક ગાદલુ, ચાદર, ઓશીકુ અને ઓઢવા માટે ચારસો રાખવાનો રહેશે.
શાળાના સેનિટેશન સ્વચ્છ અને ઉપયોગમાં લઈ શકાય એવી હાલતમાં રાખવાના રહેશે.
પુરુષ અને સ્ત્રી માટે અલગ સેનિટેશન નો નિર્દેશ દર્શાવતા બોર્ડ તૈયાર કરી લગાવી દેવા.
મહિલાઓ અને પુરુષો માટે અલગ બાથરૂમ ની સુવિધા પરિપત્ર મુજબ કરવાની રહેશે. જરૂર જણાય તો કાપડનો ઉપયોગ કરી આ સુવિધા ઊભી કરવાની રહેશે.
આ તમામ પ્રકારની સુવિધા ઉભી કરવા માટે ગ્રામ પંચાયત ના સરપંચ, ચૂંટાયેલા સભ્યો, તલાટી કમ મંત્રી અને ગામના યુવાનો અને આગેવાનો સહકાર લેવાનો રહેશે.
આ વૈશ્વિક મહામારી માં આપણે સૌ સાથે મળી તેમાંથી વહેલી તકે બહાર આવીએ એ માટે આપણે સૌ સાથે મળી સહિયારા પ્રયત્નો કરીએ અને આરોગ્ય વિભાગને આપણા થી બનતો સહકાર આપીએ અને આપણી સામાજિક ફરજ અદા કરીએ. આપણને સોંપવામાં આવેલી ફરજ આપણે સમયસર સારી રીતે પણ કરીશું એવો વિશ્રવાસ જીલ્લા વિકાસ અધિકારી એ વ્યકત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here