રાજપીપળા ટાઉન પોલીસે નગરમા સુરક્ષા રથ ફેરવી ગુનાઓ સંબંધી માહિતિ લોકોને પુરી પાડી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

મહિલાઓ સહિત યુવાનો ને સુરક્ષા અને સલામતિ અર્થે મહિતગાર કર્યાં

નગરજનો એ ટાઉન પોલીસ ના સુરક્ષા માટે ના પોલીસ ના પગલા ની પ્રશંસા કરી

વૈશ્વિક કક્ષા એ ગુનાહિત પ્રવૃત્તિ ઓ મા ભારે વધારો થઈ રહ્યો છે દેશમાં પણ ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જતી હોય લોકો આ ગુનાહિત ષડયંત્રકારી પ્રવૃત્તિઓ ના ભોગ ન બને અને પોતાના કાયદાકીય હક્કો થી સુપેરે માહિતગાર થાય અને પોતાના જાનમાલ નો રક્ષણ કાયદાઓની જાણકારી અને પોલીસના સહયોગથી કઈ રીતના પ્રાપ્ત કરી શકે એ માટેની જાગૃતિના પ્રયાસો સરકારો દ્વારા થઈ રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા ટાઉન પોલીસે પણ લોકોમાં કાયદાકીય જાગૃતિ લાવવા સુરક્ષા રથ રાજપીપળા નગર મા ફેરવી લોકોને સુરક્ષા અને સલામતી માટેના પાઠ ભણાવી જાગૃતિ લાવવાનો સહાનીય પ્રયાસ કર્યો હતો. જેને રાજપીપળા ના નગરવાસીઓએ આવકાર્યો પણ હતો.

રાજપીપળા ટાઉન પોલીસ દ્વારા નગરજનોમાં સુરક્ષા અને સલામતી માટે સુરક્ષા રથ ફેરવી જાગૃતિ લાવવાનો સરાહનિય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો,જેમાં યુવકો મહિલાઓ ને વૃદ્ધો ને સુરક્ષા અને સલામતી માટેના ઉપાયો પોલિસે તેમના સુઘી સુરક્ષા રથ ના માધ્યમ દ્વારા પહોંચી તેઓને માહિતિ પ્રદાન કરી હતી, જેને યુવકો અને મહિલાઓ એ બિરદાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here