ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકાના નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું સાંસદ મનસુખ વસાવાએ લોકાર્પણ કર્યુ

વાલિયા,(ભરૂચ) આશિક પઠાણ, (રાજપીપળા) :-

રાજ્ય સરકાર તરફથી રાજકીય ધાર્મિક સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપર સદંતર પ્રતિબંધ તો ઉદધાટન કેમ ની લોકોમા ચર્ચા

ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકા પંચાયતની નવનિર્મિત ઇમારતનુ આજરોજ સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે ઉદધાટન કરી લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા સાથે જિલ્લા પ્રમુખશ્રી મારુતિસિંહ અટોદરીયા, જાહેર બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ મંત્રી નિશાંતભાઈ મોદી, વાલીયા તાલુકા પંચાયત પ્રમુખ સેવન્તુભાઈ વસાવા, તાલુકા ભાજપ મહામંત્રી પૃથ્વીરાજસિંહ ગોહિલ, સરપંચ કુસુમબેન ગોહિલ, તલાટી તથા અધિકારીગણ સહિત ના મહાનુભાવો હાજર રહ્યા હતા.

એક તરફ રાજય સરકારે જાહેરનામા બહાર પાડી કોરોના ની મહામારી ને વધુ ફેલાતી અટકાવવા માટે રાજકીય , ધાર્મિક સામાજિક, સાંસ્કૃતિક મેળાવડા કાર્યકર્મો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે તયારે અચાનક જ કોરોના ની મહામારી વચ્ચે પણ તાલુકા પંચાયત ભવન નુ લોકાર્પણ થતા લોકો મા આ અંગે અનેક જાતના તર્કવિતર્ક વહેતા થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here