નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તિલકવાડા નગરમાં APMC ખાતે ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા..

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ :-

આજ રોજ 2 ઓગસ્ટ સેવા સેતુ દિવસ નિમિત્તે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સેવા સેતુ દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે જે ઉજવણી નો વિરોધ કરતાં આજ રોજ નર્મદા જિલ્લા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તિલકવાડા નગર APMC ઓફિસ બહાર ધરણા પ્રદર્શન કરીને સૂત્રોચ્ચાર કરીને સેવા સેતુ દિવસ નો વિરોધ કરવામાં આવ્યો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ ચાવડા ની સૂચના અનુસાર તિલકવાડા તાલુકાના નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવેદનહીન સરકાર શિક્ષણ બચાવો અભિયાન કાર્યક્રમ અંતર્ગત વિરોધ દર્શાવતા નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશભાઇ વાળંદ / ધારાસભ્ય પી ડી વસાવા / રાજુભાઈ ભીલ / રમેશભાઈ વસાવા / મહેન્દ્રભાઈ ભીલ / મુકેશભાઈ રોહિત /માલનગસાબ રાઠોડ હનીફભાઈ ઘોરી રહેમતુલ્લાખાન ઘોરી બરકતુલ્લાખાન ઘોરી અને તાલુકા કોંગ્રેસ ના આગેવાનો તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તિલકવાળા નગરની APMC ઓફિસ બહાર ધરણા પ્રદર્શન કરીને સેવા સેતુ કાર્યક્રમ નો વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ધારા સભ્ય પી ડી વસાવા ની આગેવાની હેઠળ તિલકવાડા નગરમાં રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તિલકવાડા APMC હોલ પાસેથી રેલી યોજીને તિલકવાડા નીચલી બજાર સુધી રેલી કાઢીને સૂત્રોચ્ચાર કરીને સેવા સેતુ કાર્યક્રમ નો વિરોધ કરવામાં આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here