નર્મદા : ગેર કાયદેસર રીતે ખેરના લાકડાની હેરાફેરી કરતા ઈસમોને તિલકવાડા પોલીસે ઝડપી પાડ્યા

તિલકવાડા,(નર્મદા) સકીલ બલોચ (છોટાઉદેપુર) :-

શ્રી એ.એન.પરમાર પોલીસ સબ ઇન્સ્પેકટર નાઓને મળેલ ચોક્કસ બાતમી આઇસર ટેમ્પામાં ગે.કા રીતે ખેરના લાકડા ભરી તિલકવાડા તરફ આવે છે, તેવી બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસો ચિત્રાખાડી-તિલકવાડા રોડ ઉપર વોચમાં હતા, તે દરમ્યાન એક આઇસર ટેમ્પો ચિત્રાખાડી તરફ્ થી આવતા તેને રોકી તેના ડ્રાઈવર નુ નામ ઠામ પૂછતા પોતે પોતાનુ નામ નરેન્દ્રસિંહ તખતસિંહ કોઠિયા ઉ.વ.૩૫ રહે બુજેઠા નવી નગરી તા. તિલકવાડા જી. નર્મદા નાનો હોવાનુ જણાવ્યું હતું, અને તેની સાથે બીજા એક ઇસમ ગાડીમાં હોઇ તેમનુ નામ ભયજીભાઇ જીણાભાઇ વસાવા ઉ.વ.૩૨ રહે. માથાસર તા. ડેડીયાપાડા જી.નર્મદા નાઓ હતા અને તેમની પાસેની આઇસર ટેમ્પાનો નબર જોતા તેનો રજીસ્ટર GJ-7-Z-8570 નો છે, જે આઇસર ટેમ્પામાં ચેક કરતા તેમા પાછળ ભાગે ખેરના લાકડા ભરેલ હતા, જે આશરે ૧૫૦ મણ જેટલા હતા, જેની આશરે કી.રૂ.૬૦,૦૦૦/- ગણી જે ખેરના લાકડાના આધાર પુરાવા માંગતા તેમની પાસે નહી હોવાનુ જણાવતા, જેથી આ આઇસર ટેમ્પાની કી.રૂ.૩,૦૦,૦૦૦/- ગણી તથા ખેરના લાકડા કિ.રૂ.૬૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૬૦,૦૦૦/- તથા પકડાયેલ ઇસમો સામે ભારતીય વન અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા સારૂ રેંજ ફોરેસ્ટર અધિકારી સા,શ્રી કેવડીયા નાઓને આગળની કાર્યવાહી માટે સોંપેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here