શ્રીમતી ઝેડ.ટી.પટેલ સાર્વજનિક વિદ્યાલય ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભ રખાયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકાના તણખલા ખાતે શ્રીમતી ઝેડ.ટી.પટેલ સાર્વજનિક વિદ્યાલયમાં શુભેચ્છા કાર્યક્રમ રખાયો હતો જેમાં તણખલા કેળવણી મંડળના પ્રમુખ સહમંત્રી સદસ્યશ્રીઓએ તેમજ શાળાના ઇન્ચાર્જ આર.આર ગેંગડીયાએ બાળકોને આવનારી પરીક્ષા માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી તેમને જણાવ્યું હતું કે ધોરણ ૧૦ અને ૧૨ એ બોર્ડની પરીક્ષા છે જેમાં વિદ્યાર્થીઓ તેમના ભવિષ્યને કઈ દિશામાં વાળવો તે વિદ્યાર્થીઓના હાથમાં છે અને તમામ વિદ્યાર્થીઓ પોતાના અંદરનો ડર કાઢી નાખવા જણાવેલ હતું. જેમાં પરીક્ષાની તૈયારી એવી રીતે કરવી કે આપણું ભવિષ્ય ઉજવળ બને અને આજના આધુનિક યુગમાં ખર્ચાળ જિંદગી બની છે જે આપણે જોતા આવ્યા છે પણ ગભરાવું નહીં અને તનતોડ મહેનત કરી દરેક વિદ્યાર્થીએ ડિસ્ટ્રિક્શન આવે એવી તૈયારી કરવી વાંચન કરવું અને યા હોમ કરીને તૈયારી શરૂ કરવી આપણી શાળાનું નામ તમે રોશન કરો એવી આશા વ્યક્ત કરી હતી અને આપણો વિસ્તાર આદિવાસી વિસ્તાર ધરાવે છે તો આદિવાસીઓને ગર્વ થાય તેવી મહેનત કરી આગળ વધવાની તાકીદ કરવામાં આવી હતી અને ગયા વર્ષે પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here