નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ખેડુતની જંગલ જમીનની સનદ મામલે કૉંગ્રેસનું કલેકટરને આવેદનપત્ર

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

વન અધિકારનિયમ 2006 મુજબ જંગલ ની જમીન ખેડતા આદીવાસીઓ ના હક્કો મંજૂર કરવામાં આવે ની આવેદન પત્રમાં માંગ

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા ના ફુલસર રેન્જ મા સમાવિષ્ટ બીટ માં જંગલ ની જમીન ખેડતા આદીવાસી ખેડુત ની જમીન no મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત ચાર ઈસમો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, વન વિભાગ ના નર્મદા જીલ્લા ના નાયબ વન સંરક્ષક નિરજ કુમાર જે જમીન માટે વિવાદ ઉભો થયો છે એ જમીન સનદ વિનાની હોવાનો દાવો કર્યો છે ત્યારે આજરોજ નર્મદા જીલ્લા કૉંગ્રેસ પણ જંગલ વિસ્તાર ની આદિવાસીઓ ની જમીનો માટે બહાર આવી છે અને આજરોજ નર્મદા કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું.

નર્મદા જિલ્લા કોંગ્રેસ સમીતી ઘ્વારા ડેડીયાપાડા તાલુકા ના બોગજ કોલીવાડા ગામે આદિવાસી ખેડૂત ને આપેલી સનદ ને નજરઅંદાઝ કરી ઉભા કપાસનો પાક જંગલ ખાતા ના કર્મી ઓ ઘ્વારા નાશ કરવામાં આવ્યો તે મુદ્દે તેમજ જંગલ અધિકાર કાયદા ૨૦૦૬ મુજબ જંગલ જમીન ખેડતા આદિવાસીઓ ને તેમના હક માટે જે વિલંબ થઈ રહ્યો છે એ તાત્કાલિક ધોરણે મંજુર કરવામાં આવે એ સંદર્ભ માં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

જે પ્રસંગે નર્મદા જિલ્લા કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ રોહિતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય પી.ડી વસાવા , જિલ્લા કોંગ્રેસ પ્રભારી સંદીપભાઈ માંગરોલા , તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વસાવા, જીજ્ઞેશ કોન્ટ્રાક્ટર, પૂર્વ નગરપાલિકા સદસ્ય કમલભાઈ ચૌહાણ, શહેર કોંગ્રેસ કાર્યકારી માલવ બારોટ, ધર્મેન્દ્ર ગોહિલ,પ્રતીક વસાવા, ગૌરાંગ મકવાણા, ચંદ્રેશ પરમાર, નરેશભાઈ સોલંકી તેમજ કોંગ્રેસ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

નર્મદા જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું તેમાં આદિવાસીઓ ના જંગલ વિસ્તાર ની જમિનો નાં પ્રશ્નો જલ્દી થી જલ્દી ઉકેલવામાં આવે આવે અને આદિવાસી સમાજ પર થતા અત્યાચાર ને રોકવા માટે યોગ્ય કાર્યવાહી થાય એવી માંગ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here