નર્મદા જિલ્લાના આમદલા ગામે સગીર યુવતીના ફોટો ફેસબુક ઉપર વાયરલ કરનાર યુવાનને અદાલતે 3 વર્ષની સજા ફટકારી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સગીર યુવતીને ધાક ધમકી આપી પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરનાર યુવાન સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી

સમાજ મા બદનામીના ભયથી યુવતીએ એસિડ પી આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો

નર્મદા જિલ્લાના ગડેશ્વર તાલુકાના આમદલા ગામ ખાતે સગીરી યુવતીના ફોટો સોશિયલ મીડિયામાં facebook ઉપર વાયરલ કરી યુવતીને પોતાની સાથે પ્રેમ સંબંધ બાંધ ધમકી આપનાર અને સમાજમાં બદનામ કરનારા યુવાન ને રાજપીપળા ની અદાલતે ત્રણ વર્ષની સજા અને દંડ ફટકારતા રોમિયોગીરી કરનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

સમગ્ર બનાવવાની વાત કરીએ તો ગરૂડેશ્વર તાલુકાના આમદલા ગામ ખાતે રહેતો કુલદીપ સુમનભાઈ તડવી નામનો યુવાન એ જ ગામની યુવતીને હેરાન અને પરેશાન કરતો આરોપી યુવતી નો પીછો કરી તેણીને પ્રેમ સંબંધ રાખવા ધાકધમકી આપતો તેમજ સમાજમાં બદનામ કરવા માટે યુવતી ના ફોટા ફેસબુક ઉપર અપલોડ કરી યુવતી ને બદનામ કરી હતી, યુવતીને પોતાના ફોટા ફેસબુક ઉપર વાયરલ થવાની જાણ થતા સગીર વયની આ યુવતીએ પોતાના ઘરે એસીડ પી આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો,આ મામલે યુવકની સામે પોલીસ મથકમાં યુવતી ના પરિજનો એ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ દાખલ થતા પોલિસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તેને ઝડપી પાડ્યો હતો.

આ કેસ નર્મદા જિલ્લાના સેશન્સ ડિસટીક કોર્ટના જજ એન. એસ . સિદ્ધિકી ની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહિલ ની ધારદાર દલીલો અને સુપ્રીમ કોર્ટ સહિત અન્ય કેસોના ચુકાદાઓનો રેફરન્સ આપતા અદાલતે આ યુવાન સામે કડક કાર્યવાહી કરી ઇન્ડિયન પીનલ કોડ ની કલમ 354 (ડી )509 , પોકસો એક્ટ તેમજ આઇ .ટી. એક્ટ હેઠળ યુવાનને કસૂરવાર ગણી આ યુવાનને ત્રણ વર્ષની સજા અને દંડ ફરકારતા તેમજ ભોગ બનનાર સગીર યુવતી ના પિતાને રૂપિયા એક લાખનું વળતર ચૂકવવાનો આદેશ જારી કરતો ચુકાદો આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here