કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે નૂતવર્ષાભિનંદને લઈ સ્નેહમિલન સમારોહનાં આયોજનની બેઠક યોજાઈ

કાલોલ, વ(પંચમહાલ)મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે આજ રોજ ૧૨૭ વિધાનસભા કાલોલનાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા નૂતવર્ષાભિનંદનનાં સ્નેહ મિલન કાર્યક્રમનું આવનાર દિવસોમાં આયોજન કરવાનું હોય જેને લઈ કાલોલ તાલુકાના અને નગરનાં ભાજપના કાર્યકર્તાઓ ની ઉપસ્થિતમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવનાર દિવસોમાં યોજાનાર સ્નેહ મિલન કાર્યક્રમમા તાલુકા અને નગરનાં હોદેદારો અને તમામ મોરચાનાં હોદેદારો તથા ભારતીય જનતા પાર્ટીનાનાં તમામ કાર્યકર્તાઓ સ્નેહ મિલન કાર્યક્રમમા મોટી સંખ્યામાં હાજર રહે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. તદઉપરાંત ૧૨૭ વિધાનસભાનાં હાજર કાર્યકર્તાઓએ કાલોલ તાલુકાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણને તમામ કાર્યકરો વતિ ફૂલગુચ્છ દ્વારા નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here