આફ્રિકાના ધાના ખાતે યોજાયેલ કોમન વેલ્થ પાર્લામેન્ટરી એસો.ની કોન્ફરન્સમાં ભાગ લેતા ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલીયા

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-

‘‘વિશ્વમાં લોકતાંત્રિક મુલ્યોના જતન સામે આતંકવાદ જેવા મોટા પડકાર પ્રત્યે સંસદની ભૂમિકાઓ’’ સંબંધિત ચર્ચા-વિચારણા કરાઈ

આફ્રિકાના ધાના દેશના પાટનગર આક્રા ખાતે વિશ્ર્વના લોકતાંત્રિક દેશોના કોમન વેલ્થ પાર્લામેન્ટરી એશોસીઅએશન દ્વારા ૬૬ મી કોમનવેલ્થ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયાએ “ધ થ્રીટ ઓફ ટેરરિઝમ ટુ સ્ટેટહુડ : ધ રોલ ઓફ પાર્લામેન્ટ”( વિશ્વમાં લોક તાંત્રિક મુલ્યોના જતન સામે આતંકવાદ જેવા મોટા પડકાર પ્રત્યે સંસદની ભૂમિકાઓ ) વિષય ઉપર કોન્ફરન્સમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું હતુ.
કોમન વેલ્થ પાર્લામેન્ટરી એશોસીઅનની સ્થાપના વર્ષ ૧૯૯૧માં થઇ હતી. આ પ્રતિષ્ઠિત એસો. દ્વારા લિંગ/જાતિ/ધર્મ/સંસ્કૃતિને લગતા કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના વિધાનસભા અને સંસદના સભ્યોને એક મંચ પર એકત્રિત કરવામાં આવે છે. વિશ્વના વિવિધ ભૌગોલિક પ્રદેશની ૧૮૦ જેટલી વિધાનસભાઓ અને સંસદમાંથી સભ્યો પસંદ કરી લોકશાહી અને માનવ અધિકારોને સમર્થન આપવા અંગેનુ ચિંતન કરવામાં આવે છે. આ પ્રકારની કોન્ફરસના નિષ્કર્ષની વિશ્વના તમામ લોક તાંત્રિક સંસ્થાઓને અને દેશોને જાણ કરવામાં આવે છે.
કોમન વેલ્થ પાર્લામેન્ટરી એશોસીઅએશનના પ્રાદેશિક એક્ઝીક્યુટીવ કમિટીના ૬ સભ્યોમાં ભારતનો પણ સમાવેશ કરાયો છે. આ કમિટીના અધ્યક્ષ ઓમ બિરલાજી છે. હાલમાં યોજાયેલી આ કોન્ફરસમાં વિધાનસભાના માન. અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી, ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી, ધારાસભ્યશ્રી સી.જે ચાવડા તથા વિધાનસભાના સચિવ ડી.એમ.પટેલે પણ ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here