ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ વાહન વ્યવહાર મંત્રીને લખ્યો પત્ર

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

છોટાઉદેપુર જિલ્લાના એસ.ટી. ડેપોમાં શાળા કોલેજાં અભ્યાસ કરતા
વિધાર્થીઓને એસ.ટી. બસના પાસ તાત્કાલીક વિદ્યાર્થીઓને મળે તેને લઇ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એક્શન મોડ માં આવી વાહન વ્યવહાર મંત્રી ને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર, બોડેલી, સંખેડા અને નસવાડી ખાતે બસ સ્ટેન્ડ અને ડેપો આવેલા છે. આ એસ.ટી. ડેપો ઉપર શાળા | કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એસ.ટી. પાસ મળતો નથી, લાંબી લાંબી લાઇનોમાં ઉભા રહેવુ પડે છે. કોમ્પ્યુટરના સર્વર વારંવાર ખોટકાઇ જવાથી વિદ્યાર્થીઓને એક પાસ મેળવવા માટે અનેક ઘકકા ખાવા પડે છે, જેના પરિણામે વિધાર્થીઓના અભ્યાસ ઉપર મોટી અસર થાય છે, જેથી અમારા છોટાઉદેપુર જિલ્લાના એસ.ટી. ડેપોમાં અત્યારે પાસ કાઢવાની સુવીધા છે તેમાં અદ્યતન સુવીધાઓનો ઉમેરો કરી બાળકોને તાત્કાલીક પાસ મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે પાસ મળી રહે અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સમય વેડફાય નહી તેવી ધારાસભ્ય એ માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here