ધાનપુર તાલુકાના અદલવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો જણાતાં પ્રસાસન દ્વારા નીચાણ વાળા વિસ્તારને સ્થાળાંતર કરવાનો આદેશ

ધાનપુર, (દાહોદ)-મોહન બારીયા :-

હાલ રાજ્યમાં વરસી રહેલ વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે, ચોમાસાની શરૂઆતના એક મહીનામજ રાજ્યના લગભગ નદી નાળાઓ ભરાઈ ગયા છે, જેમાં ધાનપુર તાલુકાના અદલવાડા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થવા પામ્યો છે અને આજદિન સુધી આશરે 95.95% પ્રાણીનું સ્ટોરેજ થઈ ગયું છે જેને ધ્યાનમાં રાખી મોડીરાત્રે જો વરસાદ થાય તો ડેમ ઓવરફ્લો થવાની સંભાવનાને કારણે જિલ્લા પ્રસાસન દ્વારા નીચાણ વાળા વિસ્તારને સ્થાળાંતર કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here