છોટાઉદેપુર નગરમાં દસના સિક્કા “ના” લેવાતા હોવાની પ્રજાની ફરીયાદ…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટા ઉદેપુર નગરમાં નાનામોટા વેપારીઓ પોતાનો રોજિંદો વહેપાર કરવા માટે દૂર દૂરથી આવતાં હોય છે. અને રોજિંદો વહેપાર કરી પોતાનું ગુજરાન ચલાવે છે. સરકારે રૂપિયા દસના ચલણી સિક્કાનું ચલણ નિયત કરેલું છે. પરતું ઘણાં નાના મોટાં વહેપારીઓ તથા ગ્રાહકો દ્વારા રૂપિયા દસના ચલણી સિક્કા સ્વીકારવામાં નહી આવતાં હોવાની પ્રજા ફરીયાદ કરી રહી છે. જે અંગે સરકાર ગરીબ આદીવાસી પ્રજાને સૂચિત કરે અને માર્ગદર્શન આપે કે રૂપિયા દસના ચલણી સિકકા ચલણમાં છે. તેને લેવામાં આર્થિક નુકશાન જાય તેમ નથી એ જરુરી છે

અત્રે ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર પંથકમાં અઠવાડિક હાટ બજાર ભરાય છે. જુદા જુદા ગામોમાં સોમવારથી રવિવાર સુધી ગ્રામિણ આદીવાસી પ્રજા પોતાના જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા મોટી સંખ્યામાં આવતી હોય છે. જ્યારે વહેપારીઓ પણ વડોદરા, હાલોલ, દાહોદ જેવાં મોટાં શહેરોમાંથી વહેપાર કરવા આવતાં હોય છે. પરંતું અગાઉના સમયમાં રૂપિયા દસના ચલણી સિકકા કોઇ લેતું ન હોય તેવી વાત છોટા ઉદેપુર પંથકમાં વહેતી થઈ હતી. તાજેતરમાં પણ એજ સમસ્યા ચાલી રહી છે. અને સિકકા સ્વીકારવામાં ન આવતાં છુટ્ટા પૈસા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રૂપિયા દસના ચલણી સિક્કા સ્વીકારાતા ન હોય જેના કારણે ઘણાં ગ્રાહકો પાછા પણ જતાં રહેતાં હોય છે. જે અંગે જાગૃતી આવે અને તંત્ર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવે તે ખૂબ જરૂરી છે. આ દસ રૂપિયાના ચલણી સિકકા નગરની બેન્કોમાં તો ચાલે જ છે. બેંકો સ્વીકારવા ના નથી પાડતી પરતું બેંક સુધી જવુ અને લાઈનોમાં ઊભું રહેવું પ્રજાને અઘરું લાગે છે. જેમાં સમયનો ભારે વ્યય થાય છે. અને કામધંધા નો સમય પણ સવારનો હોય વેપારીઓ બેંક સુધી જતાં નથી.

છોટા ઉદેપુર તાલુકો સાક્ષરતાની દ્રષ્ટિએ ઘણો જ પછાત છે. અહીં ગામડામાં થી શાકભાજી લઈ વેચવા આવતાં ગ્રામજનો તથા નાના મોટા વેપારીઓ જેવાકે સ્ટેશનરી, કોસ્મેટિક, મેડિકલ, પાન પડીકી અને અનાજ કરિયાણા નું દુકાનો ઉપર પણ સામાન્ય ગ્રાહકો અને વેપારી વચ્ચે દસના ચલણી સિક્કા ની લેવડદેવડ અંગે ભારે ઉપાધિ થતી હોય તેવી પણ ચર્ચાઓ ચાલે છે. વહિવટી તંત્ર દ્વારા દસના ચલણી સિકકા અંગે પ્રજાને જાગ્રત કરવામાં આવે અને સરકારે નિયત કરેલા રૂપિયા દસ ના સિકકા ની લેવડદેવડ બજારો માં નિયમીત થાય તે અંગે પ્રયત્નો હાથ ધરવા જોઈએ તેવી પ્રજા ની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here