દિયોદર એડિસનલ સેસન્સ કોર્ટે સગા ભાઈનું મર્ડર કરનાર પિતા સહિત બે પુત્રો એમ ત્રણેને આજીવન કારાવાસની સજા ફટકારી… ગુન્હેગરોમાં ફફડાટ

દિયોદર, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

આખરે વિધવા પત્ની અને બાળકોને ન્યાય મળ્યો અને સાગા ભાઈ ના હત્યારાઓ ને થઇ આજીવન કરાવસ ની સજા

ક્યારે શુ બને તે નકી નહીં તે મુજબ કોણ સગો ને કોણ પારકો આમ સામાન્ય ભાઈઓ નો કૌટુંબિક જગડો ભાઈ ના હાથે ભાઈ ની બે રહેમી પૂર્વક હત્યા કરવામાં આવી હતી વિગતે સમાચારો જોઈએ તો ભાભર તાલુકાના બરવાળા ગામે આજ થી ત્રણ વર્ષ અગાઉ કૌટુંબિક જગડા માં સગા ભાઈ નું ઢીમ ઢાળી દેતા ભાભર પોલીસ મથકે મરણ જનાર જીવાભાઈના પત્નીએ તેઓના જેઠ નરસિંહભાઈ વાહજીભાઈ પરમાર અને ભત્રીજા રંજીતભાઇ નરસિંહભાઈ પરમાર તેમજ જગદીશભાઈ નરસિંહભાઈ પરમારે કૌટુંબિક જગડા માં તેઓના ઘરની ઓસરીમાં ધોકા લાકડીઓ ટોમી તેમજ છરી વડે ક્રૂરતા પૂર્વક હત્યા કરાઈ હોવાની ફરિયાદ દાખલ કરતા ભાભર પોલિસે ઇપીકો 302,307,326/34 મુજબ ગુન્હો દાખલ કરતા જેનો કેસ આજે દિયોદર ની એડિસનલ સેસન્સ કોર્ટમાં ચાલી જતા 27 સાક્ષીઓના મહત્વની જુબાની લેવાઈ હતી જે સત્ય પુરવાર થતા સગા ભાઈ ના હત્યારા નરસિંહભાઈ વાહજીભાઈ પરમાર તેમજ રંજીતભાઇ નરસિંહભાઈ પરમાર તેમજ જગદીશભાઈ નરશિભાઈ પરમાર ને આજીવન કારાવાસની સજા અને 13 હજાર થી વધુ નો રકડ દંડ એડિસનલ સેસન્સ જજ કે એસ હિરપરા સાહેબે સજા ફટકારી હતી જે સજા સાંભળતા ગુન્હેગરોમાં ફફડાટ વ્યાપ્યો હતો અને અન્ય ગુનેગારો ગુન્હો કરે તે પહેલાં દાખલ રૂપ ચુકાદો આપતા ગુન્હાગોરી અટકશે તેમ એડિસનલ સેસન્સ કોર્ટના પી પી ડી વી ઠાકોરે જણાવ્યું હતું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here