દિયોદર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભેમાભાઇ ચૌધરીએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું

દિયોદર, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

આજ રોજ આમ આદમી પાર્ટીના 14 દિયોદર વિધાનસભા ઉમેદવાર ભેમાભાઇ ચૌધરી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે સવારે 10 કલાકે જસરા માતૃશ્રીના આશીર્વાદ લઈ ,કુલ દેવતાના દર્શન કરી ,દિયોદર કાર્યલય ખાતે ભેગા થઈ રેલી સ્વરૂપે ફોર્મ ભરવા વિજય મુહૂર્તમાં પહોંચ્યા હતા ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવા જતા મોટી સંખ્યામાં મતદાર ભાઇઓ બહેનો મિત્રો પરિચીતો સગાઓ સ્નેહીજનો અને શુભચિંતકો વડીલોના આશીર્વાદ લઇને દિયોદર મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા ત્યારે ‌મતદારો અને કાર્યકરો અને સમર્થકોએ ભેમાભાઇ ચૌધરીને જંગી બહુમતીથી વિજય બનાવવાની ખાત્રી આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here