પવિત્ર રમજાન માસ સહિત વધુ સાત રોજા રાખી અલ્લાહની ઈબાદત સહિત ધૈર્યનું ઉદાહરણ પુરૂ પાડતી ડભોઇ નગરની બે બાળકીઓ..

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

પવિત્ર રમજાન માસ દરમિયાન એક માસના રોજા રાખી વધુ સાત રોજા સસાહ ઇદના બે બાળકીઓએ રાખ્યા હતા. રોજા સાથે ખુદાની ઈબાદત કરી ખુદાને રાજી કરતા ૧૪ કલાક સુધી ભૂખ્યા તરસ્યા રહી ખુદાની બંદગી કરી આજે સસાહ ઈદની ખુશી મનાવનાર ડભોઇ આસોપાલવ ખાચા પાટીદાર વાગા પાસે રહેતા ઇબ્રાહીમભાઇ ભૂરા વાલા અને અફસાના બાનું ની પુત્રી ઉઝમાબાનું અને વિભાગ હાઇસ્કુલ પાસે રહેતા સલીમભાઈ ડફુવાલા અને યાસ્મીન બાનુ ની પુત્રી આફીયા પત્રકાર યુસુફભાઈ ફાતીયા ની બંને નવાશી એ પણ ઉનાળાની ગરમીની ઋતુ હોવા છતાં શ્રદ્ધાભેર એક માસ ઉપરાંત સાત દિવસના રોજા રાખી ખુદા ને રાજી કર્યા હતા. પરિવાર તરફથી શુભેચ્છાઓ સાથે મુબારકબાદ પાઠવી હતી અને બંને બાળકીઓ ની હિંમત ને બિરદાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here