દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયર ની બોટલ નંગ-1050/- કી.રૂ. 1,10,940/- તથા ઈકો ગાડી સાથે કુલ કી.રૂ. 4,10,940/- નો મુદૃામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા

દિયોદર,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

મહે.આઈ.જી.પી શ્રી જે આર મોથલીયા  બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી* નાઓના માર્ગદર્શન મુજબ હેડ.કોન્સ ભુરાજી, તથા અ.પો.કો. અમરસિંહ તથા દશરથભાઈ વાવ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન દેવપુરા કેનાલ પાસે ઈકો ગાડી આવતા રોકવાનો ઈસારો કરતા રોકેલ નહી તેનો પિછો કરતા તેનો ચાલક કોતરવાડા કેનાલ પાસે    ઈકો ગાડી મુકી નાશિ ગયેલ  છે ઈકોગાડી નં *GJ.06.kd.7126* માં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ છે  સદરે ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયર નંગ-1050/- કિ.રૂ.1,10,940/- તથા ઈકોગાડી ની કિ.રૂ.3,00,000/- મળી એમ કુલ મુદામાલ કિ.રૂ.4,10,940*/-ના મુદ્દામાલ તથા ઈકો  ચાલક ના વિરુદ્ધ મા પ્રોહીબીશન એક્ટ મુજબ દિયોદર  પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here