અરવલ્લી : મખદુમ હાઇસ્કૂલ સહિત સમગ્ર મોડાસા નગરનું ગૌરવ વધરતા વિદ્યાર્થીઓ…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

નેશનલ કક્ષાએ મખદૂમ હાઈસ્કૂલના ખેલાડીઓએ બ્રોન્ઝમેડલ મેળવી નેશનલ કક્ષાએ તૃતિય સ્થાન પ્રાપ્ત કરેલ છે.ઓલ ઈન્ડિયા ડોઝબોલ એસોસેસન દ્વારા રત્નાગિરી, મહારાષ્ટ્ર ખાતે આયોજીત સાતમી સબ–જુનીયર નેશનલ ડોઝબોલ ચેમ્પિયનશિપમાં ભાઈઓ-બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં ગુજરાતની ટીમમાંથી રમતા અરવલ્લી જિલ્લાના મખદૂમ હાઈસ્કૂલ મોડાસાના બે ખેલાડીઓ (1) મલેક મોહમ્મદફઈમ આરીફભાઈ (2) મલેક મોહમ્મદરેહાન દાદામીયા ટીમમાં ઉત્તમ પ્રદશન કર્યું. ગુજરાતની ટીમે નેશનલ ક્ક્ષાએ બ્રોન્ઝમેડલ મેળવી ત્રુતિય સ્થાન પ્રાપ્ત કરેલ છે. જે બદલ શાળાના આચાર્ય શ્રીઆર.યુ.મનસુરી, પ્રમુખ શ્રીનઈમભાઈ મેઘરેજી તથા સેક્રેટરી શ્રીમોહસીનભાઈ બુલા તરફથી શાળાના ખેલાડીઓને તથા શાળાના વ્યાયામ શિક્ષક શ્રીઆબીદભાઈ ભૂરા તથા શાળાના ભૂતપૂર્વ ખેલાડી કૈફ મિર્ઝાને ખુબ ખુબ શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here