તિલકવાડા નગરની ગુજરાતી સ્કૂલમાં રસીકરણ કેન્દ્ર ખાતે વેકશીન લેવા માટે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ :-

એકજ દિવસ માં 176 લાભાર્થીઓ એ કોરોના વિરોધી રસી નો લાભ લીધો

હાલમાં ચાલી રહેલી વૈશ્વિક કોરોના મહામારી ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કોરોના સંક્રમણ ને અટકાવવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કોરોના વિરોધી રસી આપવા ની કામગીરી કરવામાં આવી રહી છે તિલકવાડા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુબોધ કુમાર ના માર્ગદર્શન હેઠળ અને તિલકવાડા તાલુકા સુપરવાઇઝર પીયૂસ પરાસર ની નિગરાનીમાં તિલકવાડા તેમજ આસ પાસ ગ્રામ્ય કક્ષાએ વેક્સિનેશન ને વધુ વેગવાન બનાવવા માટે તિલકવાડા આરોગ્યતંત્ર દ્વારા તાલુકાના વિવિધ વિસ્તારો ના રસીકરણ કેન્દ્ર ખાતે રોજે રોજ કોરોના વિરોધી રસી આપવાની કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરી કરતા તિલકવાડા આરોગ્ય કેન્દ્ર દ્વારા ૧૮ થી ૪૪ વય જૂથમાં આવતા તમામ લોકોને કોરોના વિરોધી વેક્સિનેશન મળી રહે તે ઉદ્દેશ સાથે તીલકવાળા નગરની ગુજરાતી સ્કૂલ ખાતે વેક્સિનેશન ની કામગીરી કરવામાં આવી હતી.

તિલકવાડા નગરની ગુજરાતી સ્કૂલ ખાતે તિલકવાડા આરોગ્ય કેન્દ્રના મનોજ રાઠવા / રંજન બારિયા / મીના રોહિત / કોમલ માછી / શીલાબેન તડવી / મનિષા બારિયા / હેમાંગી પટેલ સહિત અન્ય કર્મચારીઓ દ્વારા તત્કાલ સ્થળ ઉપરજ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને ૧૮ થી ૪૪ વઇ જૂથમાં આવતા તમામ લોકોને કોરોના વિરોધી રસી આપવાની કામગીરી કરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન તિલકવાડાનગરનાં નગરજનો ખુબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર રસી લેવા માટે ઉમટી પડ્યા હતા વહેલી સવારથી જ તિલકવાડા ના ગુજરાતી સ્કૂલના રસીકરણ કેન્દ્ર ખાતે નગરજનો ની લાંબી કતારો જોવા મળી હતી નગરજનો જાગૃત બનીને મોટી સંખ્યામાં કોરોના વિરોધી રસી લેવા માટે ઉમટી પડ્યા હતા આ કામગીરી દરમિયાન તિલકવાડા આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા ઓન લાઈન રજિસ્ટ્રેશન કરીને 176 લાભાર્થીઓને કોરોના વિરોધી રસી આપવામાં આવી જેમાં ૧૮ થી ૪૪ વઇ જૂથ માં આવતા 152 જેટલા લાભાર્થીઓને કોરોના વિરોધી કોવીસિલ્ડ વેક્સિનેશન નો પહેલો ડોજ આપવામાં આવ્યો જ્યારે 45 થી વધુ વઇ ધરાવતા 24 લાભાર્થીઓને કોવીસિલ્ડ વેકશીન નો બીજો ડોજ આપવામાં આવ્યો આમ કુલ એકજ રસીકરણ કેન્દ્રમાં એકજ દિવસ માં 176 લાભાર્થીઓને કોરોના વિરોસી રસી આપીને મારુ ગામ કોરોના મુક્ત ગામ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here